Monday, 27 March 2017

ઘા-જખમ / Wound (Gha-jakham) ની સારવાર

ઘા-જખમ / Wound (Gha-jakham) ની સારવાર

લાગેલા ઘા, વાઢ કે કાપ ઉપર તાજો પેશાબ લગાડવાથી જલ્દી રૂઝ આવે છે અને પાકતા નથી.ઘા માંથી લોહી નીકળતું હોય તો સરકો લગાડવાથી લોહી નીકળતું બંધ થાય છે.ઘા કે જખમમાંથી લોહી નીકળતું હોય તો તેના પર મીઠાના પાણીમાં ભીંજવેલો પાટો બાંધવાથી જખમ પાકતો નથી અને રૂઝ આવે છે.તલના તેલનું પોતુ મુકી પાટો બાંધવાથી જખમ જલ્દી રૂઝાય છે.વાગેલા ઘા પર હળદર દબાવી દેવાથી ઘામાંથી નીકળતું લોહી બંધ થાય છે અને ઘા પાકતો નથી.હળદરને, તેલમાં કકળાવી તે તેલ ઘા જખમ પર ચોપડવાથી ન રૂઝાતા ઘ જલ્દી રૂઝાઈ જાય છે.તલ પીસી તેમાં ઘી અને મધ મેળવી ઘા પર ચોપડી પાટો બાંધવાથી ઘા જલ્દી રૂઝાઈ જાય છે.ફુલાવેલી ફટકડીનો પાવડર ઘા પર નાંખી પાટો બાંધવાથી ઘામાંથી નીકળતું લોહી બંધ થાય છે અને ઘા પાકતો નથી.તુલસીના પાન પીસીને ઘા પર બાંધવાથી ઘા રૂઝાઈ જાય છે.લોહી નીકળતા ઘા પર પાનમાં ખાવાનો ચુનો જાડો ચોપડી તેના પર તેલનું પોતું મુકો પાટો બાંધવાથી ઘા રૂઝાઈ જાય છે.હિંગ અને લીમડાના પાન વાટી તેનો લેપ કરવાથી ઘા-જખમમાં પડેલા કીડા મારી જાય છે અને ઘા રૂઝાઈ જાય છે.રાઈના લોટને ઘી-મધમાં મેળવી તેનો લેપ કરવાથી ઘા-જખમમાં પડેલા કીડા મરી જાય છે અને ઘા રૂઝાઈ જાય છે.ગાજરને કચરી કોઈ પણ લોટમાં મેળવીને ફોલ્લા તથા બળતરાવાળા ઘા પર બાંધવાથી ઘા રૂઝાઈ જાય છે.દાઝેલા ઘા પર ક્ક્ડાવેલું તેલ ચોપડવાથી ખુબ ફાયદો થાય છે.દાઝેલા ઘા પર તરત જ કોપરેલ અથવા બટાટાને કાપી ઘસવાથી ફોલ્લો થશે નહિ.દાઝેલા ઘા પર તાજણીયાનો રસ ચોપડવાથી આરામ થાય છે.દાઝેલા ઘા પર મહેંદીના પાનને વાટી પાણી સાથે પીસીને લગાડવાથી આરામ થાય છે.દાઝેલા ઘા પર ખુબ પાકા કેળાને બરાબર મસળી ચોટાડી, પાટો બાંધવાથી તરત જ શાંતિ થાય છે ને આરામ થાય છે.દાઝેલા ઘા પર તુલસીનો રસ અને કોપરેલ ઉકાળીને ચોપડવાથી દાઝેલાની બળતરા મટે છે. ફોલ્લા અને જખમ ઝડપથી રૂઝાઈ જાય છે.ગરમ પાણી કે વરાળથી દાઝી જવાય તો તે ભાગ પર ચોખાનો લોટ છાંટવાથી ખુબ આરામ થાય છે.દાઝેલા ઘા પર ઈંડાની સફેદી લગાડવાથી ઘા રૂઝાઈ જાય છે અને ડાઘ રહેતો નથી.જખમ, ઘા, ગુમડા, ચાંદા, શીતળા જેમાં બહુ બળતરા થતી હોય તેમાં ચોખાનો બારીક લોટ પાવડરની જેમ ચાંદા પર લગાડવાથી દહ, બળતરા મટે છે.દાઝેલા ઘા પર છુંદેલો કાંદો તરત જ લગાડવાથી તરત જ આરામ થાય છે.રાઈનાં લોટને ઘી મધમાં મેળવીને કાંટો કે કાંચ વાગ્યો હોય તો તેના પર લેપ કરવાથી કાંટો કે કાચ બહાર આવી જાય છે. 

No comments:

Post a Comment