Monday, 27 March 2017

ખરજવું, ખસ, ખુજલી, દરાજ

ખરજવું, ખસ, ખુજલી, દરાજ

ત્રણ દિવસનો વાસી પેશાબ ખરજવા ઉપર દિવસમાં સવાર-સાંજ ચોપડવાથી ખરજવું ચોક્કસ મટે છે. (ત્રણ બાટલી રાખી રોજ એક બાટલીમાં પેશાબ ભરતા રહેવું.).ગાજરને વાટી તેમાં થોડું મીઠું નાખી ગરમ કરી ખરજવા ઉપર બાંધવાથી ખરજવું મટે છે.ખારેક અથવા ખજુરના ઠળિયાને બાળી તેની રાખ કપુર અને હીંગ સાથે મેળવી ખરજવા પર લગાડવાથી ખરજવું મટે છે.કળીચુનો અને પાપડખાર મેળવી પાણીમાં ભીંજાવી ખરજવા ઉપર લગાડવાથી ખરજવું મટે છે.તાજણીયાની ભાજીના રસમાં સાકર મેળવીને પીવાથી ખસ મટે છે.કાંદાનો રસ ખરજવા ઉપર લગાડવાથી ખરજવું મટે છે.બટાટા બાફી તેના કટકા કરી સહન થાય તેવા ગરમાગરમ ખરજવા ઉપર બાંધવાથી ખરજવું મટે છે.ખરજવા ઉપર લીમડાના બાફેલા પાન બાંધવાથી અને લીમડાનો અર્ધો કપ રસ સવાર-સાંજ પીવાથી ખરજવું મટે છે.પપૈયાનું દૂધ અને ટંકણખારને ઉકળતા પાણીમાં મેળવીને લેપ કરવાથી ખરજવું ખસ મટે છે.જવના લોટમાં તલનું તેલ અને છાશ મેળવીને લગાડવાથી ખુજલી મટે છે.કોપરૂં ખાવાથી અને કોપરૂ બારીક વાટી શરીરે ચોપડવાથી ખંજવાળ મટે છે.ટમેટાના રસમાં તેનાથી બમણું કોપરેલ મેળવી શરીર પર માલીશ કરી, અર્ધા કલાક પછી સ્નાન કરવાથી ખુજલી મટે છે.આમળા બાળી તલના તેલમાં મેળવી ચોપડવાથી ખસ મટે છે.ચણાનો લોટ પાણીમાં મેળવી શરીરે માલીશ કરવાથી અને સ્નાન કરવાથી ખુજલી મટે છે.રાઈને દહીંમાં વાટીને ચોપડવાથી દરાજ મટે છે.એરીયો દહીંમાં વાટીને ચોપડવાથી દરાજ મટે છે.તુવેરના પાન બાળી દહીંમાં મેળવી ચોપડવાથી ખસ મટે છે.આખા શરીરે ખુજલી આવતી હોય તો સરસીયાના તેલનું માલીસ કરવાથી ખુજલી મટે છે.કોપરેલ તેલ અને લીંબુનો રસ મેળવી શરીર પર માલીસ કરવાથી ખુજલી, દરાજ મટે છે.ખંજવાળ આવતી હોય તો તુલસીના પાનનો રસ ઘસવાથી મટે છે. 

No comments:

Post a Comment