Monday, 27 March 2017

કફ / Cough (Kaf) થી છુટકારો

કફ / Cough (Kaf) થી છુટકારો

કાંદાનો ઉકાળો પીવાથી કફ મટે છે.અર્ધા તોલા જેટલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ મટે છે.દોઢથી બે તોલા આદુના રસમાં મધ મેળવી પીવાથી કફ મટે છે.તુલસીનો રસ ૩ ગ્રામ, આદુનો રસ ૩ ગ્રામ અને એક ચમચી મધ સાથે લેવાથી કફ મટે છે.એલચી, સિંધવ, ઘી અને મધ ભેગા કરીને ચાટવાથી કફ મટે છે.દરરોજ થોડી ખજુર ખાઈ ઉપર પાંચ ઘુંટડા ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને બહાર નીકળે છે અને ફેફસાં સાફ બને છે.આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ મેળવી જમવા પહેલા લેવાથી કફ, શ્વાસ અને ઉધરસ મટે છે.દુધમાં હળદર, મીઠું અને ગોળ નાંખી ગરમ કરી પીવાથી કફ મટે છે.રાત્રે સુતી વખતે ત્રણ ચાર તોલા શેકેલા ચણા ખાઈ ઉપર પાશેર દૂધ પીવાથી શ્વાસ નળીમાં એકઠો થયેલો કફ નીકળી જાય છે. 

No comments:

Post a Comment