Monday, 27 March 2017

નશો ઉતારવો / Intoxication (Nasho Utaravo)

નશો ઉતારવો / Intoxication (Nasho Utaravo)

બે-ચાર જમરૂખ ખાવાથી ભાંગનો નશો ઉતરે છે.આમળીને પાણીમાં પલાળી, મસળી, ગાળીને પીવાથી ભાંગનો નશો ઉતરે છે.છાશ પીવાથી ભાંગનો નશો ઉતરે છે.કાનમાં સરસીયાના તેલનાં ટીપાં નાંખવાથી ભાંગનો નશો ઉતરે છે.સિંધવ મીઠું અને સુંઠ વાટી તેમાં લીંબુનો રસ મેળવી ચાટવાથી ભાંગનો નશો ઉતરે છે.ખજુરને પાણીમાં પલાળી મસળીને પીવાથી દારૂનો નશો ઉતરે છે.કાકડી ખાવાથી અથવા કાકડી અને કાંદાનો રસ પીવાથી દારૂનો નશો ઉતરે છે.એક રૂપિયાભાર જેટલી ફટકડી પાણીમાં ઓગાળી પીવાથી, દારૂ પીને લથડિયા ખાતા બેભાન બનેલા તરત ભાનમાં આવે છે અને નશો ઉતરે છે.ચાર રૂપિયા ભાર જેટલો ગોળ, દસ રૂપિયાભાર જેટલા પાણીમાં ઓગાળી પીવાથી દારૂ પીને ચકચુર બનેલા ભાનમાં આવે છે અને નશો ઉતરે છે.મીઠાવાળું પાણી પીવાથી નશો ઉતરે છે. (હૃદયરોગીએ આ પ્રયોગ ન કરવો.) 

No comments:

Post a Comment