ગુમડા / Tumors (Gumda) નો ઈલાજ
ગુમડા ઉપર માખણ લગાડી રૂનો પાટો બાંધી રાખવાથી ગુમડુ ફુટી જશે.બાફેલા કાંદામાં મીઠું નાખી પોટીસ બનાવી ગુમડા પર બાંધવાથી ગુમડુ ફૂટી જશે.ઘઉંના લોટમાં હળદર અને મીઠું નાખી પોટીસ બનાવી ગુમડા પર બાંધવાથી ગુમડુ પાકીને ફૂટી જશે.સરગવાની છાલ ઘસીને ચોપડવાથી ગુમડુ બેસી જશે.કાંદાની કાતરીને ઘી અથવા તેલમાં શેકી તેમાં હળદર મેળવી પોટીસ કરી બાંધવાથી ગુમડુ પાકી જશે.પાલખ અથવા તાંદલજાના પાનની પોટીસ બનાવી ગુમડા પર બાંધવાથી ગુમડુ પાકી જશે.બોરડીના પાન વાટી, ગરમ કરી, પોટીસ બનાવી ગુમડા પર બાંધવાથી ગુમડુ પાકીને ફૂટી જશે.લસણ અને મરી વાટી લેપ કરવાથી ગાંઠ, ગુમડા પાકીને ફુટી જશે.ગાજરને બાફી તેની પોટીસ કરીને બાંધવાથી ગુમડા સારા થઇ જશે.હળદરની રાખ અને ચૂનો ભેગો કરી લેપ કરવાથી ગુમડુ ફુટી જશે.
No comments:
Post a Comment