કમરનો દુઃખાવો – સંધીવા / Rheumatism
અજમો અને ગોળ સરખી ભાગે મેળવી સવાર સાંજ ખાવાથી કમરનો દુઃખાવો મટે છે.સુંઠ અને ગોખરૂ સરખે ભાગે લઇ તેનો ઉકાળો કરી રોજ સવારે પીવાથી કમરનો દુઃખાવો મટે છે.સુંઠનું ચૂર્ણ ગરમ પાણી સાથે ફાકવાથી કમરનો દુઃખાવો મટે છે.ખજુરની પાંચ પેશીનો ઉકાળો કરી તેમાં અર્ધો તોલો મેથી નાંખી પીવાથી કમરનો દુઃખાવો મટે છે.સુંઠ, લસણ, અજમો અને રાઈના તેલમાં ગરમ કરી તેનું માલીશ કરવાથી કમરનો દુઃખાવો તેમજ દુઃખતા સાંધામાં આરામ થાય છે.સુંઠ અને હીંગ તેલમાં ગરમ કરી માલીશ કરવાથી કમરનો દુઃખાવો તથા શરીર જકડાઈ ગયું હોય તે મટે છે. સાંધાનો દુઃખાવો પણ મટે છે.રાઈના તેલ સાથે કાંદાનો રસ મેળવીને માલીશ કરવાથી સંધીવાનો દુઃખાવો મટે છે.આદુના રસમાં સહેજ મીઠું નાખી તેનું માલીશ કરવાથી સંધીવાનો દુઃખાવો મટે છે. ડોક રહી ગઈ હોય તો તે પણ મટે છે.જાયફળને સરસીયાના તેલમાં ઘસી માલીશ કરવાથી જકડાયેલા સાંધા છુટા પડે છે અને સંધીવા મટે છે.લવીંગનું તેલ ઘસવાથી સંધિવાનો દુઃખાવો મટે છે.ધાણા ૧૦ ગ્રામ અને સુંઠ ત્રણ ગ્રામ લઈ વાટી તેનો ઉકાળો બનાવી તેમાં મધ નાંખી પીવાથી પડખાનો દુઃખાવો તથા છાતીનો દુઃખાવો મટે છે.સુંઠ, સાજીખાર અને હિંગનું ચૂર્ણ ગરમ પાણીમાં લેવાથી સર્વ પ્રકારની શુળ મટે છે.જીરૂ, હિંગ અને સિંધવની ફાકી ઘી સાથે લેવાથી શુળ મટે છે.એક ચમચી શેકેલી હીંગ થોડા ગરમ પાણીમાં પીવાથી પડખાનો દુઃખાવો મટે છે.સુંઠનો ઉકાળો કરી તેમાં એક ચમચી દિવેલ નાંખીને પીવાથી સંધિવાનો દુઃખાવો મટે છે.દોઢ થી બે તોલાભાર મેથી અથવા મેથી પાવડર રોજ પલાળીને લેવાથી વા મટે છે.કોઈપણ પ્રકારના શુળ પડખા, છાતી, હૃદય કે માથામાં દુઃખાવો હોય ત્યારે તુલસીનો રસ ગરમ કરી તેના પર માલીશ કરવાથી તરત આરામ થાય છે અને બે ચમચી તુલસીનો રસ પી જવો.મેથીને થોડા ઘીમાં શેકી તેનો લોટ કરવો, તેમાં ગોળ ઘી ઉમેરીને લાડુ બનાવી લેવા. આ લાડુ ૮-૧૦ દિવસ સુધી ખાવાથી કમરનો દુઃખાવો અને સંધિવા મટે છે. જકડાઈ ગયેલા અંગો છુટા પડે છે અને હાથે પગે થતી કળતર પણ મટે છે.
No comments:
Post a Comment