Monday, 27 March 2017

ગળું / Gorge (Galu) ની સારવાર

ગળું / Gorge (Galu) ની સારવાર

ગળું આવી ગયું હોય તો સરકાના કોગળા કરવાથી મટે છે.પાન ખાવાથી મોઢું આવી ગયું હોય તો મોઢામાં લવીંગ રાખવાથી મટે છે.મધ સાથે પાણી મેળવી કોગળા કરવાથી મોંની ચાંદી અને ગળાની બળતરા મટે છે.ટંકણખારને પાણીમાં ઓગાળીને કોગળા કરવાથી મોંની ચાંદી તથા જીભની ચાંદી મટે છે.બાવળની છાલ ઉકાળીને કોગળા કરવાથી મોંની ચાંદી મટે છે.ગળું બેસી ગયું હોય તો મીઠાના ગરમ પાણીથી કોગળા કરવાથી મટે છે.ગરમ કરેલા દૂધમાં થોડી હળદર નાંખી પીવાથી ગળું બેસી ગયું હોય તો તે મટે છે.ગરમ પાણીમાં હીંગ નાંખી પીવાથી ગળું બેસી ગયું હોય તો તે મટે છે.પાકું દાડમ ખાવાથી અવાજ બેસી ગયો હોય તો ખુલશે.રાત્રે શેકેલા ચણા ખાઈ ઉપર ગરમ પાણી પીવાથી અવાજ બેસી ગયો હોય તો ખુલશે.બોરડીની છાલનો કકડો ચુસવાથી અવાજ બેસી ગયો હોય તો ખુલશે.દ્રાક્ષને સારી પેઠે લસોટી ઘી, મધ મેળવી ચાટણ બનાવી જીભ ઉપર ચોપડવાથી જીભ ઉપર કાતરા પડી ગયા હોય તો મટશે.લવીંગને જરા શેકી મોંમાં રાખી ચુસવાથી ગળાનો સોજો મટે છે.ભોજન કર્યા પછી મરીનું ચૂર્ણ ઘી સાથે ચાટવાથી અવાજ બેસી ગયો હોય તો ખુલશે.સાકરની ગાંગડી મોં માં રાખી ચુસવાથી અવાજ બેસી ગયો હોય તો ખુલશે.લસણને ખુબ લસોટી મલમ જેવું કરી કપડા પર લગાડી, પટ્ટી બનાવી કંઠમાળ જેવી ગળાની ગાંઠ પર લગાડવાથી ગળાની ગાંઠ મટે છે.કંઠમાળ પર જવના લોટમાં લીલી કોથમીરનો રસ મેળવીને રોજ લગાડવાથી કંઠમાળ મટે છે.કાંદાનું કચુંબર જીરૂ અને સિંધવ નાંખી ખાવાથી ગળું સાફ રહે છે. કફની ખરેટી બાઝતી નથી.તાજી મોળી છાશ પીવાથી મોંના ચાંદા મટે છે.તુલસીના પાન ચાવવાથી તથા તુલસીના પાનના ઉકાળાથી કોગળા કરવાથી મોંની દુર્ગંધ મટે છે. 

No comments:

Post a Comment