Monday, 27 March 2017

શરદીનો ઘરગથ્થુ ઉપાય

શરદીનો ઘરગથ્થુ ઉપાય

 લીંબુ હંમેશા શરદી માટે ઉત્તમ રહ્યું છે જે હમેશા શરીરની પ્રતિરોધકતા વધારે છે. 1 ગ્લાસ હુંફાળા પાણીમાં 1 ચમચી લીંબુનો રસ

ઉમેરી તેમાં 1 ચમચી મધ ઉમેરી દિવસમાં બે વખત લેવું.

1 ચમચી મરી પાઉડરને 1 કપ દૂધમાં ઉકાળવું. તેમાં ½ ચમચી હળદર ઉમેરો તથા સ્વાદ માટે સાકર પણ ઉમેરી શકો છો. આ

ઉકાળેલું દૂધ ત્રણ દિવસ સુધી દિવસમાં એકવાર લેવાથી શરદીમાં રાહત રહેશે.

3 થી 4 ચમચી ડુંગળીના રસમાં 3 થી 4 ચમચી મધ ભેળવી લઈ શકો છો.

સૂંઠ કાળા મરી અને તુલસીનાં પાનનો ઉકાળો શરદી ઉપર લાભદાયક છે.

કાળા મરીના 2 થી 3 દાણા તુલસીના પાન સાથે ચાવવાથી શરદી દૂર થશે.

લવિંગના તેલને રુમાલમાં નાખી સૂંઘવાથી શરદીમાં રાહત રહેશે.

તુલસી,સૂંઠ, મરી અને ગોળનો ઉકાળો શરદી પર રાહત આપે છે.

No comments:

Post a Comment