તાવનો ઘરગથ્થુ ઉપાય
તાવમાં દ્રાક્ષ ઉત્તમ કાર્ય કરે છે જે તરસ છિપાવે છે અને તાવથી ઉત્પન્ન થયેલી ગરમી પણ દૂર કરે છે. 1 ગ્લાસ દ્રાક્ષનો જ્યુસ ½ ગ્લાસ પાણી સાથે લેવાથી ફાયદો થશે.
બીજો એક ઉપાય તે નારંગીનો [ઑરેંજનો] જ્યુસ છે. જેના સેવનથી પેશાબ વધારે થાય છે જેનાથી તાવની ગરમી દૂર થાય છે. નારંગીનો રસ પાચન શક્તિ વધારે છે અને ઈંફેક્શન સામે શક્તિ વધારે છે.
સખત તાવમાં બરફનાં પાણીનાં પોતા મૂકવાથી તાવ ઉતરે છે.
તુલસી અને સૂરજમુખીનાં પાન વાટીને તેનો રસ પીવાથી બધી જાતના તાવ મટે છે.
No comments:
Post a Comment