કાનની પીડા / Ear Pain (Kanni Pida) નો ઉપાય
- તેલમાં લસણની કળી કકડાવીને, તે તેલનાં ટીપા કાનમાં નાંખવાથી કાનના ચસકા અને કાનની રસી મટે છે.
- આદુનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી ચસકા મટે છે.
- મધનાં ટીપાં કાનમાં નાખવાથી કાનનો દુઃખાવો અને રસી મટે છે.
- તલના તેલમાં હીંગ નાંખી ઉકાળી તે તેલનાં ટીપાં કાનમાં નાંખવાથી દુઃખાવો મટે છે.
- તુલસીના રસના ટીપાં કાનમાં નાંખવાથી કાનનો દુઃખાવો અને ચસકા મટે છે અને પરૂ નીકળતું હોય તો તે પણ મટે છે.
- કાંદાનો રસ અને મધ મેળવી તેનાં ટીપાં નાંખવાથી કાનના ચસકા મટે છે અને પરૂ થયું હોય તો તે પણ મટે છે.
- નાગરવેલના પાનનો રસ ગરમ કરી તેનાં ટીપાં નાંખવાથી કાનના ચસકા અને દુઃખાવો મટે છે.
- ફુલાવેલી ફટકડી અને હળદર ભેગી કરી કાનમાં નાંખવાથી કાન પાકયો હોય અને રસી નીકળતી હોય તો તે મટે છે.
- વરીયાળી અધકચરી વાટીને પાણીમાં ખુબ ઉકાળો તે પાણીની વરાળ દુઃખતા કાન પર લેવાથી કાનની બહેરાશ, કાનના શૂળ અને કાનમાં થતો અવાજ મટે છે.
- તેલમાં થોડી રાઈ વાટીને કાનના સોજા પર લેપ કરવાથી સોજો મટે છે.
- કાનમાં કોઈ જીવજંતુ ગયું હોય તો સરસીયાના તેલના ટીપાં નાંખવાથી તે મરી જાય છે.
- સફેદ કાંદાના રસના ટીપાં રોજ બે વખત કાનમાં નાંખવાથી બહેરાશ મટે છે.
- કાનમાં બગાઈ, કાનખજુરો જેવા જીવજંતુ ગયા હોય તો મધ અને તેલ ભેગા કરી કાનમાં ટીપાં નાંખવાથી ફાયદો થાય છે,
- કાનનું શૂળ અને રસી પણ મટે છે.કાન દુઃખતો હોય તો મૂળાના પાનનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાંખવાથી દુઃખાવો અને ચસકા મટે છે.
No comments:
Post a Comment