કમળો / Jaundice (Kamlo)નો ઉપચાર
મધ સાથે ગાજરનો રસ પીવાથી કમળો મટે છે.મધમાં પાકા કેળાં ખાવાથી કમળો મટે છે.આદુનો રસ અને ગોળ ખાવાથી કમળો મટે છે.સુંઠ અને ગોળ ખાવાથી કમળો મટે છે.સફેદ કાંદો, ગોળ અને થોડી હળદર મેળવી સવાર, સાંજ ખાવાથી કમળો મટે છે.હળદરનું ચૂર્ણ એક તોલો ચાર તોલા જેટલા દહીંમાં લેવાથી કમળો મટે છે.હળદરનું ચૂર્ણ તાજી છાશમાં નાંખીને સવાર સાંજ પીવાથી કમળો અઠવાડિયામાં મટે છે.શેરડીને રાત્રે ઝાકળમાં રાખી સવારે તેને ચુસીને ખાવાથી કમળો મટે છે.લીંબુની ચીર ઉપર સોડા બાયકાર્બ (ખાવાનો સોડા) નાંખીને સવારના પહોરમાં ચુસવાથી કમળો મટે છે.૧૦૦ થી ૨૦૦ ગ્રામ દહીમાં ૨ થી ૪ ગ્રામ પાપડખાર મેળવીને વહેલી સવારે નરણે કોઠે લેવાથી ૩ દિવસમાં કમળો મટે છે.ગાજરનો ઉકાળો પીવાથી કમળામાં આવેલી અશક્તિ અને લોહીની ઓછપ દૂર થાય છે.કળીયાતું બે ચમચી અને સાકર દોઢ ચમચી ફાકવાથી કમળો મટે છે.લીમડાના પાનનો રસ તથા મધ સવારના નરણા કોઠે પીવાથી કમળો મટે છે.હીંગને પાણીમાં ઘસીને આંખમાં લગાડવાથી કમળો મટે છે.કમળામાં ભુખ ન લાગતી હોય તો બે ચમચી આદુનો રસ અને અડધી ચમચી ત્રિફળા ચૂર્ણ સાથે દિવસમાં બે વાર લેવાથી ભુખ લાગશે.અરીઠાનું પાણી નાકમાં નાખવાથી કમળો મટે છે.
No comments:
Post a Comment