Monday, 27 March 2017

જીવજંતુના ડંખ / Insects Bite (Jivjantuna Dankh)

જીવજંતુના ડંખ / Insects Bite (Jivjantuna Dankh)
  1. મધમાખીના ડંખ ઉપર મીઠું ચોપડવાથી પીડા મટે છે.
  2. મધમાખીના ડંખ ઉપર તપકીર અથવા ઝીણી કરેલી તમાકુ ચોપડવાથી પીડા મટે છે.
  3. મધમાખીના ડંખ ઉપર સુવા ને સિંધવ મીઠું પાણી સાથે વાટી ચોપડવાથી પીડા મટે છે.
  4. મધમાખીના ડંખ ઉપર મધ ચોપડવાથી અને મધ પીવાથી પીડા મટે છે
  5. ભમરીના ડંખ ઉપર કાંદાનો રસ ચોપડવાથી પીડા મટે છે.
  6. કાનખજુરાના ડંખ ઉપર ગોળ બાળીને ચોપડવાથી પીડા મટે છે.
  7. કાનખજુરાના ડંખ ઉપર કાંદો અને લસણ વાટીને ચોપડવાથી ઝેર ઉતરી જાય છે.
  8. કાનખજુરો કાનમાં ગયો હોય તો સાકરનું પાણી કરી કાનમાં નાખવાથી કાનખજુરો નીકળી જશે અને આરામ થશે.
  9. કાનખજુરો, બગાઈ જેવા જીવજંતુ કાનમાં ગયા હોય તો મધ અને તેલ ભેગા કરી કાનમાં નાખવાથી નીકળી જશે અને આરામ મળશે.
  10. કોઈપણ ઝેરી જીવજંતુ કરડ્યું હોય તો તરત જ તુલસીના પાનને પીસીને તે ડંખ ઉપર મસળવાથી ઝેરની અસર નાબુદ થાય છે.
  11. કોઈપણ ઝેરી જીવજંતુના ડંખ ઉપર મીઠા લીમડાના પાન વાટીને ચોપડવાથી ડંખની પીડા અને સોજો ઉતરે છે અને ઝેરની અસર નાબુદ થાય છે.
  12. કોઈપણ જીવજંતુના ડંખ ઉપર હળદર ઘસીને સહેજ ગરમ કરી ચોપડવાથી પીડા મટે છે.
  13. વીંછીના ડંખ ઉપર કાંદો કાપી બાંધવાથી વીંછીનું ઝેર ઉતરે છે.
  14. વીંછી કરડ્યો હોય તો સુંઠને પાણીમાં ઘસી સુંઘવાથી વીંછીનું ઝેર ઉતરે છે.
  15. વીંછી કરડ્યો હોય તો ફુદીનાનો રસ પીવાથી કે ફુદીના પાન ખાવાથી ઝેર ઉતરે છે.
  16. વીંછીના ડંખવાળો ભાગ મીઠાના પાણીથી વારંવાર ધોવાથી તથા સહેજ મીઠું નાખેલા પાણીના ટીપાં બંને આંખોમાં નાખવાથી વીંછીનું ઝેર ઉતરે છે
  17. .તાજણીયાનો રસ સાકર સાથે પીવાથી વીંછીનું ઝેર ઉતરે છે
  18. .આમલીનો ચીંચોડો સફેદ થાય ત્યાં સુધી પાણીમાં ઘસી એ સફેદ થયેલો ચીંચોડો વીંછીના ડંખ ઉપર ચોટાડવાથી ઝેર શોષી લે છે અને પોતાની મેળે ખરી પડે છે અને વીંછીનું ઝેર ઉતરે છે
  19. .મચ્છરોના કે કીડી-મકોડાના ડંખ ઉપર લીંબુનો રસ ચોપડવાથી પીડા મટે છે.
  20. કીડી-મકોડાના ડંખ ઉપર લસણનો રસ લગાડવાથી પીડા મટે છે.
  21. ગરોળી કરડે તો સરસીયું તેલ અને રાખ મેળવીને ચોપડવાથી ઝેર મટે છે.
  22. મચ્છરના ડંખ ઉપર ચુનો લગાડવાથી પીડા મટે છે.
  23. ઉંદર કરડ્યો હોય તો ખોરૂ કોપરુ મૂળાના રસમાં ઘસી ચોપડવાથી પીડા મટે છે.
  24. સાપ કરડે ત્યારે દસ થી વીસ તોલા ચોખ્ખું ઘી પીવું પછી પંદર મિનીટ પછી નવશેકું પાણી પી શકાય એટલું પીવાથી ઉલ્ટી થઈને ઝેર બહાર નીકળી જશે.
  25. વાંદરો કરડ્યો હોય તો ઘા ઉપર કાંદો અને મીઠું પીસીને ચોપડવાથી આરામ થાય છે.
  26. સાપ કે વીંછી કરડ્યો હોય તો તેના ડંખ ઉપર લસણ વાટીને ચોપડવાથી અને લસણનો બે ચમચી જેટલો રસ મધમાં મેળવીને ચાટવાથી તરત રાહત થાય છે અને ઝેર ઉતરે છે.

No comments:

Post a Comment