શીળસ / (shilas) નો ઉપચાર
- કળથીની રાખ બનાવી તેમાં ગોળ નાખી પીવાથી અને રાત્રે જુલાબ લેવાથી શીળસ મટે છે.
- રોજ સવારે નરણે કોઠે અજમો અને ગોળ ખાવાથી અને રાત્રે જુલાબ લેવાથી શીળસ મટે છે.
- ૮ થી ૧૦ કોકમ, ૧૦૦ ગ્રામ પાણીમાં ૨-૩ કલાક પલાળી, તેમાં સાકર તથા થોડું જીરૂ નાંખી દિવસમાં ૨-૩ વાર પીવાથી કોઈ દવાથી ન મટતું શીળસ મટે છે.
- ૧ ગ્રામ મરીનું ચુર્ણ ઘીમાં મેળવીને બે વાર ખાવાથી તથા શીતળા પર લેપ કરવાથી શીળસ મટે છે.
- ૧ ડોલ નવશેકા પાણીમાં ૧ થી ૨ ચમચી ખાવાનો સોડા (સોડા બાયકાર્બ) નાંખીને તે પાણીથી સ્નાન કરવાથી શીળસ મટે છે.
No comments:
Post a Comment