કરમ / Worm (Karam)ની સારવાર
થોડા ગરમ પાણીમાં સોપારીનો ભુકો દિવસમાં ત્રણ ચાર વાર લેવાથી કરમ મટે છે.તુલસીના પાનનો રસ પીવાથી કરમ મટી જાય છે.ફુદીનાનો રસ પીવાથી કરમ મટે છે.રોજ લસણ ખાવાથી કરમ મટે છે.સુંઠ અને વાવડીંગનું ચુર્ણ મધમાં લેવાથી કરમ મટે છે.કાંદાનો રસ પીવાથી કરમ મટે છે.સવારના પહોરમાં પાણીમાં અર્ધો તોલો મીઠું ઓગાળી પીવાથી કરમ મટે છે. (હૃદય રોગ તથા હાઈ બી.પી.નાં દર્દીએ પ્રયોગ ન કરવો).ટમેટાના રસમાં હિંગનો વઘાર કરીને પીવાથી કરમ મટે છે.કારેલીના પાનનો રસ સહેજ ગરમ કરી પાણી સાથે પીવાથી કરમ મટે છે.૦| (પા) ચમચી અજમા સાથે એક ચમચી આદુનો રસ સવારે અને રાત્રે લેવાથી કરમ મટે છે.અનાનસ અથવા સંતરા ખાવાથી કરમ મટે છે.એક મુઠ્ઠી જેટલા ચણા રાત્રે પલાળી રાખી સવારે નરણે કોઠે આ ચણા ખાવાથી કરમ મટે છે.
No comments:
Post a Comment