- તેલમાં લસણની કળી કકડાવીને, તે તેલનાં ટીપા કાનમાં નાંખવાથી કાનના ચસકા અને કાનની રસી મટે છે.
- આદુનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી ચસકા મટે છે.
- મધનાં ટીપાં કાનમાં નાખવાથી કાનનો દુઃખાવો અને રસી મટે છે.
- તલના તેલમાં હીંગ નાંખી ઉકાળી તે તેલનાં ટીપાં કાનમાં નાંખવાથી દુઃખાવો મટે છે.
- તુલસીના રસના ટીપાં કાનમાં નાંખવાથી કાનનો દુઃખાવો અને ચસકા મટે છે અને પરૂ નીકળતું હોય તો તે પણ મટે છે.
- કાંદાનો રસ અને મધ મેળવી તેનાં ટીપાં નાંખવાથી કાનના ચસકા મટે છે અને પરૂ થયું હોય તો તે પણ મટે છે.
- નાગરવેલના પાનનો રસ ગરમ કરી તેનાં ટીપાં નાંખવાથી કાનના ચસકા અને દુઃખાવો મટે છે.
- ફુલાવેલી ફટકડી અને હળદર ભેગી કરી કાનમાં નાંખવાથી કાન પાકયો હોય અને રસી નીકળતી હોય તો તે મટે છે.
- વરીયાળી અધકચરી વાટીને પાણીમાં ખુબ ઉકાળો તે પાણીની વરાળ દુઃખતા કાન પર લેવાથી કાનની બહેરાશ, કાનના શૂળ અને કાનમાં થતો અવાજ મટે છે.
- તેલમાં થોડી રાઈ વાટીને કાનના સોજા પર લેપ કરવાથી સોજો મટે છે.
- કાનમાં કોઈ જીવજંતુ ગયું હોય તો સરસીયાના તેલના ટીપાં નાંખવાથી તે મરી જાય છે.
- સફેદ કાંદાના રસના ટીપાં રોજ બે વખત કાનમાં નાંખવાથી બહેરાશ મટે છે.
- કાનમાં બગાઈ, કાનખજુરો જેવા જીવજંતુ ગયા હોય તો મધ અને તેલ ભેગા કરી કાનમાં ટીપાં નાંખવાથી ફાયદો થાય છે,
- કાનનું શૂળ અને રસી પણ મટે છે.કાન દુઃખતો હોય તો મૂળાના પાનનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાંખવાથી દુઃખાવો અને ચસકા મટે છે.
Monday, 27 March 2017
કાનની પીડા / Ear Pain (Kanni Pida) નો ઉપાય
કુતરૂં કરડે / Rabies (Kutaru Karde) ત્યારની સારવાર
- કુતરૂ કરડ્યું હોય તો તેના પર હિંગને પાણીમાં ઘુંટીને ચોપડવાથી ફાયદો થાય છે.
- કુતરૂ કરડ્યું હોય તો તેના પર લસણની કળીઓ પીસીને લેપ કરવાથી અને લસણની ચટણી પાણીમાં ઉકાળીને પીવાથી અને ખોરાકમાં લસણ વધારે ખાવાથી (સાત દિવસ સુધી આ પ્રમાણે કરવાથી) કુતરાના ઝેરનો નાશ થાય છે.
- હડકાયું કુતરૂં કરડ્યું હોય તો કાંદાનો રસ અને મધ મેળવીને ઘા ઉપર લગાડવાથી ઘા જલ્દી રૂઝાઈ જાય છે અને ઝેર નાશ પામે છે.
શીળસ / (shilas) નો ઉપચાર
- કળથીની રાખ બનાવી તેમાં ગોળ નાખી પીવાથી અને રાત્રે જુલાબ લેવાથી શીળસ મટે છે.
- રોજ સવારે નરણે કોઠે અજમો અને ગોળ ખાવાથી અને રાત્રે જુલાબ લેવાથી શીળસ મટે છે.
- ૮ થી ૧૦ કોકમ, ૧૦૦ ગ્રામ પાણીમાં ૨-૩ કલાક પલાળી, તેમાં સાકર તથા થોડું જીરૂ નાંખી દિવસમાં ૨-૩ વાર પીવાથી કોઈ દવાથી ન મટતું શીળસ મટે છે.
- ૧ ગ્રામ મરીનું ચુર્ણ ઘીમાં મેળવીને બે વાર ખાવાથી તથા શીતળા પર લેપ કરવાથી શીળસ મટે છે.
- ૧ ડોલ નવશેકા પાણીમાં ૧ થી ૨ ચમચી ખાવાનો સોડા (સોડા બાયકાર્બ) નાંખીને તે પાણીથી સ્નાન કરવાથી શીળસ મટે છે.
જીવજંતુના ડંખ / Insects Bite (Jivjantuna Dankh)
- મધમાખીના ડંખ ઉપર મીઠું ચોપડવાથી પીડા મટે છે.
- મધમાખીના ડંખ ઉપર તપકીર અથવા ઝીણી કરેલી તમાકુ ચોપડવાથી પીડા મટે છે.
- મધમાખીના ડંખ ઉપર સુવા ને સિંધવ મીઠું પાણી સાથે વાટી ચોપડવાથી પીડા મટે છે.
- મધમાખીના ડંખ ઉપર મધ ચોપડવાથી અને મધ પીવાથી પીડા મટે છે
- ભમરીના ડંખ ઉપર કાંદાનો રસ ચોપડવાથી પીડા મટે છે.
- કાનખજુરાના ડંખ ઉપર ગોળ બાળીને ચોપડવાથી પીડા મટે છે.
- કાનખજુરાના ડંખ ઉપર કાંદો અને લસણ વાટીને ચોપડવાથી ઝેર ઉતરી જાય છે.
- કાનખજુરો કાનમાં ગયો હોય તો સાકરનું પાણી કરી કાનમાં નાખવાથી કાનખજુરો નીકળી જશે અને આરામ થશે.
- કાનખજુરો, બગાઈ જેવા જીવજંતુ કાનમાં ગયા હોય તો મધ અને તેલ ભેગા કરી કાનમાં નાખવાથી નીકળી જશે અને આરામ મળશે.
- કોઈપણ ઝેરી જીવજંતુ કરડ્યું હોય તો તરત જ તુલસીના પાનને પીસીને તે ડંખ ઉપર મસળવાથી ઝેરની અસર નાબુદ થાય છે.
- કોઈપણ ઝેરી જીવજંતુના ડંખ ઉપર મીઠા લીમડાના પાન વાટીને ચોપડવાથી ડંખની પીડા અને સોજો ઉતરે છે અને ઝેરની અસર નાબુદ થાય છે.
- કોઈપણ જીવજંતુના ડંખ ઉપર હળદર ઘસીને સહેજ ગરમ કરી ચોપડવાથી પીડા મટે છે.
- વીંછીના ડંખ ઉપર કાંદો કાપી બાંધવાથી વીંછીનું ઝેર ઉતરે છે.
- વીંછી કરડ્યો હોય તો સુંઠને પાણીમાં ઘસી સુંઘવાથી વીંછીનું ઝેર ઉતરે છે.
- વીંછી કરડ્યો હોય તો ફુદીનાનો રસ પીવાથી કે ફુદીના પાન ખાવાથી ઝેર ઉતરે છે.
- વીંછીના ડંખવાળો ભાગ મીઠાના પાણીથી વારંવાર ધોવાથી તથા સહેજ મીઠું નાખેલા પાણીના ટીપાં બંને આંખોમાં નાખવાથી વીંછીનું ઝેર ઉતરે છે
- .તાજણીયાનો રસ સાકર સાથે પીવાથી વીંછીનું ઝેર ઉતરે છે
- .આમલીનો ચીંચોડો સફેદ થાય ત્યાં સુધી પાણીમાં ઘસી એ સફેદ થયેલો ચીંચોડો વીંછીના ડંખ ઉપર ચોટાડવાથી ઝેર શોષી લે છે અને પોતાની મેળે ખરી પડે છે અને વીંછીનું ઝેર ઉતરે છે
- .મચ્છરોના કે કીડી-મકોડાના ડંખ ઉપર લીંબુનો રસ ચોપડવાથી પીડા મટે છે.
- કીડી-મકોડાના ડંખ ઉપર લસણનો રસ લગાડવાથી પીડા મટે છે.
- ગરોળી કરડે તો સરસીયું તેલ અને રાખ મેળવીને ચોપડવાથી ઝેર મટે છે.
- મચ્છરના ડંખ ઉપર ચુનો લગાડવાથી પીડા મટે છે.
- ઉંદર કરડ્યો હોય તો ખોરૂ કોપરુ મૂળાના રસમાં ઘસી ચોપડવાથી પીડા મટે છે.
- સાપ કરડે ત્યારે દસ થી વીસ તોલા ચોખ્ખું ઘી પીવું પછી પંદર મિનીટ પછી નવશેકું પાણી પી શકાય એટલું પીવાથી ઉલ્ટી થઈને ઝેર બહાર નીકળી જશે.
- વાંદરો કરડ્યો હોય તો ઘા ઉપર કાંદો અને મીઠું પીસીને ચોપડવાથી આરામ થાય છે.
- સાપ કે વીંછી કરડ્યો હોય તો તેના ડંખ ઉપર લસણ વાટીને ચોપડવાથી અને લસણનો બે ચમચી જેટલો રસ મધમાં મેળવીને ચાટવાથી તરત રાહત થાય છે અને ઝેર ઉતરે છે.
નશો ઉતારવો / Intoxication (Nasho Utaravo)
નશો ઉતારવો / Intoxication (Nasho Utaravo)
બે-ચાર જમરૂખ ખાવાથી ભાંગનો નશો ઉતરે છે.આમળીને પાણીમાં પલાળી, મસળી, ગાળીને પીવાથી ભાંગનો નશો ઉતરે છે.છાશ પીવાથી ભાંગનો નશો ઉતરે છે.કાનમાં સરસીયાના તેલનાં ટીપાં નાંખવાથી ભાંગનો નશો ઉતરે છે.સિંધવ મીઠું અને સુંઠ વાટી તેમાં લીંબુનો રસ મેળવી ચાટવાથી ભાંગનો નશો ઉતરે છે.ખજુરને પાણીમાં પલાળી મસળીને પીવાથી દારૂનો નશો ઉતરે છે.કાકડી ખાવાથી અથવા કાકડી અને કાંદાનો રસ પીવાથી દારૂનો નશો ઉતરે છે.એક રૂપિયાભાર જેટલી ફટકડી પાણીમાં ઓગાળી પીવાથી, દારૂ પીને લથડિયા ખાતા બેભાન બનેલા તરત ભાનમાં આવે છે અને નશો ઉતરે છે.ચાર રૂપિયા ભાર જેટલો ગોળ, દસ રૂપિયાભાર જેટલા પાણીમાં ઓગાળી પીવાથી દારૂ પીને ચકચુર બનેલા ભાનમાં આવે છે અને નશો ઉતરે છે.મીઠાવાળું પાણી પીવાથી નશો ઉતરે છે. (હૃદયરોગીએ આ પ્રયોગ ન કરવો.)
ઘા-જખમ / Wound (Gha-jakham) ની સારવાર
ઘા-જખમ / Wound (Gha-jakham) ની સારવાર
લાગેલા ઘા, વાઢ કે કાપ ઉપર તાજો પેશાબ લગાડવાથી જલ્દી રૂઝ આવે છે અને પાકતા નથી.ઘા માંથી લોહી નીકળતું હોય તો સરકો લગાડવાથી લોહી નીકળતું બંધ થાય છે.ઘા કે જખમમાંથી લોહી નીકળતું હોય તો તેના પર મીઠાના પાણીમાં ભીંજવેલો પાટો બાંધવાથી જખમ પાકતો નથી અને રૂઝ આવે છે.તલના તેલનું પોતુ મુકી પાટો બાંધવાથી જખમ જલ્દી રૂઝાય છે.વાગેલા ઘા પર હળદર દબાવી દેવાથી ઘામાંથી નીકળતું લોહી બંધ થાય છે અને ઘા પાકતો નથી.હળદરને, તેલમાં કકળાવી તે તેલ ઘા જખમ પર ચોપડવાથી ન રૂઝાતા ઘ જલ્દી રૂઝાઈ જાય છે.તલ પીસી તેમાં ઘી અને મધ મેળવી ઘા પર ચોપડી પાટો બાંધવાથી ઘા જલ્દી રૂઝાઈ જાય છે.ફુલાવેલી ફટકડીનો પાવડર ઘા પર નાંખી પાટો બાંધવાથી ઘામાંથી નીકળતું લોહી બંધ થાય છે અને ઘા પાકતો નથી.તુલસીના પાન પીસીને ઘા પર બાંધવાથી ઘા રૂઝાઈ જાય છે.લોહી નીકળતા ઘા પર પાનમાં ખાવાનો ચુનો જાડો ચોપડી તેના પર તેલનું પોતું મુકો પાટો બાંધવાથી ઘા રૂઝાઈ જાય છે.હિંગ અને લીમડાના પાન વાટી તેનો લેપ કરવાથી ઘા-જખમમાં પડેલા કીડા મારી જાય છે અને ઘા રૂઝાઈ જાય છે.રાઈના લોટને ઘી-મધમાં મેળવી તેનો લેપ કરવાથી ઘા-જખમમાં પડેલા કીડા મરી જાય છે અને ઘા રૂઝાઈ જાય છે.ગાજરને કચરી કોઈ પણ લોટમાં મેળવીને ફોલ્લા તથા બળતરાવાળા ઘા પર બાંધવાથી ઘા રૂઝાઈ જાય છે.દાઝેલા ઘા પર ક્ક્ડાવેલું તેલ ચોપડવાથી ખુબ ફાયદો થાય છે.દાઝેલા ઘા પર તરત જ કોપરેલ અથવા બટાટાને કાપી ઘસવાથી ફોલ્લો થશે નહિ.દાઝેલા ઘા પર તાજણીયાનો રસ ચોપડવાથી આરામ થાય છે.દાઝેલા ઘા પર મહેંદીના પાનને વાટી પાણી સાથે પીસીને લગાડવાથી આરામ થાય છે.દાઝેલા ઘા પર ખુબ પાકા કેળાને બરાબર મસળી ચોટાડી, પાટો બાંધવાથી તરત જ શાંતિ થાય છે ને આરામ થાય છે.દાઝેલા ઘા પર તુલસીનો રસ અને કોપરેલ ઉકાળીને ચોપડવાથી દાઝેલાની બળતરા મટે છે. ફોલ્લા અને જખમ ઝડપથી રૂઝાઈ જાય છે.ગરમ પાણી કે વરાળથી દાઝી જવાય તો તે ભાગ પર ચોખાનો લોટ છાંટવાથી ખુબ આરામ થાય છે.દાઝેલા ઘા પર ઈંડાની સફેદી લગાડવાથી ઘા રૂઝાઈ જાય છે અને ડાઘ રહેતો નથી.જખમ, ઘા, ગુમડા, ચાંદા, શીતળા જેમાં બહુ બળતરા થતી હોય તેમાં ચોખાનો બારીક લોટ પાવડરની જેમ ચાંદા પર લગાડવાથી દહ, બળતરા મટે છે.દાઝેલા ઘા પર છુંદેલો કાંદો તરત જ લગાડવાથી તરત જ આરામ થાય છે.રાઈનાં લોટને ઘી મધમાં મેળવીને કાંટો કે કાંચ વાગ્યો હોય તો તેના પર લેપ કરવાથી કાંટો કે કાચ બહાર આવી જાય છે.
ગળું / Gorge (Galu) ની સારવાર
ગળું / Gorge (Galu) ની સારવાર
ગળું આવી ગયું હોય તો સરકાના કોગળા કરવાથી મટે છે.પાન ખાવાથી મોઢું આવી ગયું હોય તો મોઢામાં લવીંગ રાખવાથી મટે છે.મધ સાથે પાણી મેળવી કોગળા કરવાથી મોંની ચાંદી અને ગળાની બળતરા મટે છે.ટંકણખારને પાણીમાં ઓગાળીને કોગળા કરવાથી મોંની ચાંદી તથા જીભની ચાંદી મટે છે.બાવળની છાલ ઉકાળીને કોગળા કરવાથી મોંની ચાંદી મટે છે.ગળું બેસી ગયું હોય તો મીઠાના ગરમ પાણીથી કોગળા કરવાથી મટે છે.ગરમ કરેલા દૂધમાં થોડી હળદર નાંખી પીવાથી ગળું બેસી ગયું હોય તો તે મટે છે.ગરમ પાણીમાં હીંગ નાંખી પીવાથી ગળું બેસી ગયું હોય તો તે મટે છે.પાકું દાડમ ખાવાથી અવાજ બેસી ગયો હોય તો ખુલશે.રાત્રે શેકેલા ચણા ખાઈ ઉપર ગરમ પાણી પીવાથી અવાજ બેસી ગયો હોય તો ખુલશે.બોરડીની છાલનો કકડો ચુસવાથી અવાજ બેસી ગયો હોય તો ખુલશે.દ્રાક્ષને સારી પેઠે લસોટી ઘી, મધ મેળવી ચાટણ બનાવી જીભ ઉપર ચોપડવાથી જીભ ઉપર કાતરા પડી ગયા હોય તો મટશે.લવીંગને જરા શેકી મોંમાં રાખી ચુસવાથી ગળાનો સોજો મટે છે.ભોજન કર્યા પછી મરીનું ચૂર્ણ ઘી સાથે ચાટવાથી અવાજ બેસી ગયો હોય તો ખુલશે.સાકરની ગાંગડી મોં માં રાખી ચુસવાથી અવાજ બેસી ગયો હોય તો ખુલશે.લસણને ખુબ લસોટી મલમ જેવું કરી કપડા પર લગાડી, પટ્ટી બનાવી કંઠમાળ જેવી ગળાની ગાંઠ પર લગાડવાથી ગળાની ગાંઠ મટે છે.કંઠમાળ પર જવના લોટમાં લીલી કોથમીરનો રસ મેળવીને રોજ લગાડવાથી કંઠમાળ મટે છે.કાંદાનું કચુંબર જીરૂ અને સિંધવ નાંખી ખાવાથી ગળું સાફ રહે છે. કફની ખરેટી બાઝતી નથી.તાજી મોળી છાશ પીવાથી મોંના ચાંદા મટે છે.તુલસીના પાન ચાવવાથી તથા તુલસીના પાનના ઉકાળાથી કોગળા કરવાથી મોંની દુર્ગંધ મટે છે.
ખરજવું, ખસ, ખુજલી, દરાજ
ખરજવું, ખસ, ખુજલી, દરાજ
ત્રણ દિવસનો વાસી પેશાબ ખરજવા ઉપર દિવસમાં સવાર-સાંજ ચોપડવાથી ખરજવું ચોક્કસ મટે છે. (ત્રણ બાટલી રાખી રોજ એક બાટલીમાં પેશાબ ભરતા રહેવું.).ગાજરને વાટી તેમાં થોડું મીઠું નાખી ગરમ કરી ખરજવા ઉપર બાંધવાથી ખરજવું મટે છે.ખારેક અથવા ખજુરના ઠળિયાને બાળી તેની રાખ કપુર અને હીંગ સાથે મેળવી ખરજવા પર લગાડવાથી ખરજવું મટે છે.કળીચુનો અને પાપડખાર મેળવી પાણીમાં ભીંજાવી ખરજવા ઉપર લગાડવાથી ખરજવું મટે છે.તાજણીયાની ભાજીના રસમાં સાકર મેળવીને પીવાથી ખસ મટે છે.કાંદાનો રસ ખરજવા ઉપર લગાડવાથી ખરજવું મટે છે.બટાટા બાફી તેના કટકા કરી સહન થાય તેવા ગરમાગરમ ખરજવા ઉપર બાંધવાથી ખરજવું મટે છે.ખરજવા ઉપર લીમડાના બાફેલા પાન બાંધવાથી અને લીમડાનો અર્ધો કપ રસ સવાર-સાંજ પીવાથી ખરજવું મટે છે.પપૈયાનું દૂધ અને ટંકણખારને ઉકળતા પાણીમાં મેળવીને લેપ કરવાથી ખરજવું ખસ મટે છે.જવના લોટમાં તલનું તેલ અને છાશ મેળવીને લગાડવાથી ખુજલી મટે છે.કોપરૂં ખાવાથી અને કોપરૂ બારીક વાટી શરીરે ચોપડવાથી ખંજવાળ મટે છે.ટમેટાના રસમાં તેનાથી બમણું કોપરેલ મેળવી શરીર પર માલીશ કરી, અર્ધા કલાક પછી સ્નાન કરવાથી ખુજલી મટે છે.આમળા બાળી તલના તેલમાં મેળવી ચોપડવાથી ખસ મટે છે.ચણાનો લોટ પાણીમાં મેળવી શરીરે માલીશ કરવાથી અને સ્નાન કરવાથી ખુજલી મટે છે.રાઈને દહીંમાં વાટીને ચોપડવાથી દરાજ મટે છે.એરીયો દહીંમાં વાટીને ચોપડવાથી દરાજ મટે છે.તુવેરના પાન બાળી દહીંમાં મેળવી ચોપડવાથી ખસ મટે છે.આખા શરીરે ખુજલી આવતી હોય તો સરસીયાના તેલનું માલીસ કરવાથી ખુજલી મટે છે.કોપરેલ તેલ અને લીંબુનો રસ મેળવી શરીર પર માલીસ કરવાથી ખુજલી, દરાજ મટે છે.ખંજવાળ આવતી હોય તો તુલસીના પાનનો રસ ઘસવાથી મટે છે.
ખીલ / Pimples (Khil) નો ઉપચાર
ખીલ / Pimples (Khil) નો ઉપચાર
મૂળાના પાનનો રસ ચોપડવાથી અઠવાડીયામાં ખીલ મટે છે.જાંબુના ઠળીયાને પાણીમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.દુધની મલાઈ સાથે મીંઢળ ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.જાયફળને દુધની મલાઈમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.નારંગીની છાલ ઘસવાથી ખીલ મટે છે.લીલા નારીયેરનું પાણી રોજ પીવાથી અને થોડાક પાણીમાં મોં ધોવાથી ખીલ મટે છે.છાશ વડે મોં ધોવાથી ખીલના ડાઘા, મોં પરની કાળાશ દૂર થાય છે.રાત્રે સુતી વખતે ગરમ પાણીમાં મોઢું ધોવું પછી ચારોળીને દૂધમાં ઘસી લેપ બનાવી મોઢા પર લગાવી સૂઈ જવું, સવારના સાબુથી મોં ધોવુ આ પ્રયોગથી ખીલ મટે છે.નાળીયેરનું દૂધ, કાળીજીરી સાથી મેળવી લસોટી ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.કાચા પપૈયાને કાપવાથી જે દૂધ જેવો પ્રવાહી નીકળે તે ખીલ ઉપર દરરોજ થોડા દિવસ લગાડવાથી ખીલ કાયમ મટે જડમૂળથી મટી જશે.ખુબ પાકી ગયેલા પપૈયાને છોલીને, છુંદીને તેની માલીસ મોઢા પર કરવી, પંદર વીસ મીનીટ પછી તે સુકાઈ જાય ત્યારે પાણીથી ધોઈ નાંખવું અને જાડા ટુવાલ વડે મોઢાને સારી રીતે લુછીને જલ્દી કોપરેલ લગાડવું, એક અઠવાડીયા સુધી આ રીતે કરવાથી મોઢા પરના ખીલ, ડાઘ મટે છે મોઢાની કરચલીઓ અને કાળાશ મટે છે.તુલસીના પાનના રસમાં લીંબુનો રસ અથવા આદુનો રસ ઉમેરી મોઢા ઉપર લગાડવાથી અને સુકાઈ જાય પછી પાણીથી ધોઈ નાંખવાથી મોઢા પરના કાળા ડાઘ મટે છે.પાકા ટમેટાને કાપીને તેની ચીર ખીલ ઉપર ધીરે ધીરે લગાડીને થોડીવાર સુકાવા દો ત્યાર બાદ સહેજ ગરમ પાણીથી સાફ કરવાથી ખીલ મટે છે.લોબાન, સુખડ અને આમળાનો પાવડર મોઢા ઉપર ચોપડીને થોડા સુકાયા બાદ, લીમડાના પાન નાખી પાણીથી ધોવાથી ખીલ મટે છે.કાચી સોપારી અથવા જાયફળને પાણીમાં ઘસીને લગાડવાથી ખીલ મટે છે.
ગુમડા / Tumors (Gumda) નો ઈલાજ
ગુમડા / Tumors (Gumda) નો ઈલાજ
ગુમડા ઉપર માખણ લગાડી રૂનો પાટો બાંધી રાખવાથી ગુમડુ ફુટી જશે.બાફેલા કાંદામાં મીઠું નાખી પોટીસ બનાવી ગુમડા પર બાંધવાથી ગુમડુ ફૂટી જશે.ઘઉંના લોટમાં હળદર અને મીઠું નાખી પોટીસ બનાવી ગુમડા પર બાંધવાથી ગુમડુ પાકીને ફૂટી જશે.સરગવાની છાલ ઘસીને ચોપડવાથી ગુમડુ બેસી જશે.કાંદાની કાતરીને ઘી અથવા તેલમાં શેકી તેમાં હળદર મેળવી પોટીસ કરી બાંધવાથી ગુમડુ પાકી જશે.પાલખ અથવા તાંદલજાના પાનની પોટીસ બનાવી ગુમડા પર બાંધવાથી ગુમડુ પાકી જશે.બોરડીના પાન વાટી, ગરમ કરી, પોટીસ બનાવી ગુમડા પર બાંધવાથી ગુમડુ પાકીને ફૂટી જશે.લસણ અને મરી વાટી લેપ કરવાથી ગાંઠ, ગુમડા પાકીને ફુટી જશે.ગાજરને બાફી તેની પોટીસ કરીને બાંધવાથી ગુમડા સારા થઇ જશે.હળદરની રાખ અને ચૂનો ભેગો કરી લેપ કરવાથી ગુમડુ ફુટી જશે.
કફ / Cough (Kaf) થી છુટકારો
કફ / Cough (Kaf) થી છુટકારો
કાંદાનો ઉકાળો પીવાથી કફ મટે છે.અર્ધા તોલા જેટલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ મટે છે.દોઢથી બે તોલા આદુના રસમાં મધ મેળવી પીવાથી કફ મટે છે.તુલસીનો રસ ૩ ગ્રામ, આદુનો રસ ૩ ગ્રામ અને એક ચમચી મધ સાથે લેવાથી કફ મટે છે.એલચી, સિંધવ, ઘી અને મધ ભેગા કરીને ચાટવાથી કફ મટે છે.દરરોજ થોડી ખજુર ખાઈ ઉપર પાંચ ઘુંટડા ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને બહાર નીકળે છે અને ફેફસાં સાફ બને છે.આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ મેળવી જમવા પહેલા લેવાથી કફ, શ્વાસ અને ઉધરસ મટે છે.દુધમાં હળદર, મીઠું અને ગોળ નાંખી ગરમ કરી પીવાથી કફ મટે છે.રાત્રે સુતી વખતે ત્રણ ચાર તોલા શેકેલા ચણા ખાઈ ઉપર પાશેર દૂધ પીવાથી શ્વાસ નળીમાં એકઠો થયેલો કફ નીકળી જાય છે.
કરમ / Worm (Karam)ની સારવાર
કરમ / Worm (Karam)ની સારવાર
થોડા ગરમ પાણીમાં સોપારીનો ભુકો દિવસમાં ત્રણ ચાર વાર લેવાથી કરમ મટે છે.તુલસીના પાનનો રસ પીવાથી કરમ મટી જાય છે.ફુદીનાનો રસ પીવાથી કરમ મટે છે.રોજ લસણ ખાવાથી કરમ મટે છે.સુંઠ અને વાવડીંગનું ચુર્ણ મધમાં લેવાથી કરમ મટે છે.કાંદાનો રસ પીવાથી કરમ મટે છે.સવારના પહોરમાં પાણીમાં અર્ધો તોલો મીઠું ઓગાળી પીવાથી કરમ મટે છે. (હૃદય રોગ તથા હાઈ બી.પી.નાં દર્દીએ પ્રયોગ ન કરવો).ટમેટાના રસમાં હિંગનો વઘાર કરીને પીવાથી કરમ મટે છે.કારેલીના પાનનો રસ સહેજ ગરમ કરી પાણી સાથે પીવાથી કરમ મટે છે.૦| (પા) ચમચી અજમા સાથે એક ચમચી આદુનો રસ સવારે અને રાત્રે લેવાથી કરમ મટે છે.અનાનસ અથવા સંતરા ખાવાથી કરમ મટે છે.એક મુઠ્ઠી જેટલા ચણા રાત્રે પલાળી રાખી સવારે નરણે કોઠે આ ચણા ખાવાથી કરમ મટે છે.
કોલેરા / Cholera (Cholera) નો ઈલાજ
કોલેરા / Cholera (Cholera) નો ઈલાજ
લવીંગના તેલના બે ત્રણ ટીપાં ખાંડ કે પતાસામાં લેવાથી કોલેરા મટે છે.લીંબુ અને કાંદાનો રસ મેળવીને પીવાથી કોલેરા મટે છે.ફુદીનાનો રસ પીવાથી કોલેરા મટે છે.જાયફળનું એક તોલો ચૂર્ણ ગોળમાં મેળવી નાની નાની ગોળીઓ કરી, તેમાંથી એક એક ગોળી અર્ધા કલાકે લેવાથી અને ઉપર થોડું ગરમ પાણી પીવાથી કોલેરા મટે છે.હિંગ, કપૂર અને આંબાની ગોટલી સરખે ભાગે લઇ ફુદીનાના રસમાં ઘુંટી ચણા જેવડી ગોળીઓ બનાવી લેવાથી કોલેરા મટે છે.કાંદાના રસમાં ચપટી હીંગ મેળવીને અર્ધા અર્ધા કલાકે લેવાથી કોલેરા મટે છે.પાણીમાં લવીંગ નાખી ઉકાળીને તે પાણી પીવાથી કોલેરામાં થતી તરસ મટે છે.જાયફળનો ઉકાળો પીવાથી કોલેરામાં થતી તરસ મટે છે.કાંદા સાથે કપુર ખાવાથી કોલેરા મટે છે.
કાકડા / Tonsils (Kakda) ની સારવાર
કાકડા / Tonsils (Kakda) ની સારવાર
સાધારણ ગરમ પાણીમાં મીઠું ઓગાળીને દિવસમાં બે ત્રણવાર કોગળા કરવાથી કાકડાની પીડા મટે છે.હળદરને મધમાં મેળવી કાકડા ઉપર લગાડવાથી વધેલા કાકડા બેસી જાય છે.પાણીમાં મધ નાખી કોગળા કરવાથી વધેલા કાકડા બેસી જાય છે.હળદર અને ખાંડ એક એક ચમચી લઇ ફાકી મારવી. તેના ઉપર ગરમ દુધ ધીમે ધીમે પીવાથી વધેલા કાકડા બેસી જાય છે.કેળાની છાલ ગળા ઉપર (બહાર) બાંધવાથી કાકડા હોય તો મટે છે.
તમારા સૌદર્યને નિખારવા માટે અજમાવી જુઓ આટલી ઘરેલુ
તમારા સૌદર્યને નિખારવા માટે અજમાવી જુઓ આટલી ઘરેલુ
1. પાલકનું સૂપ નિયમિત સેવન કરવાથી ચહેરો ચમકદાર બને છે
2. હેરકલર કરાવ્યા બાદ શાઈનીંગ જળવાઈ રહેશેવાળમાં કંડીશનર અવશ્ય કરવું .આનાથી વાળમાં
3. વાળનો જથ્થો વધુ દેખાય તે માટે વાળને દર ત્રણ મહીને વાળને ટ્રીમ કરાવતા રહેવું
4. મહિનામાં બે વખત નિયમિત રીતે મેનીક્યોર કરાવવાથી નાખ સુંદર અને સ્વસ્થ રહે છે
5. દરરોજ રાત્રે હોઠ પર અને નાભિમાં થોડું દેશી ઘી લગાવવાથી હોઠ હંમેશા સુંવાળા રહે છે
6. આઈબ્રોને સુંદર અને આકર્ષક બનાવવા હળવા સ્ટ્રોકથી શેપ આપી શકો છો
7. એક કપમાં દૂધ અને લીંબુનો રસ મેળવો . રાત્રે સુતા પહેલા ચહેરો સ્વચ્છ પાણીથી ધોઈ ચેહરા પર લગાવી સવારે ધોઈ નાખો . થોડા દિવસ માં ખીલ માટી જશે .21. આંખોમાં ગરમી થતી હોય તો ઠંડા દુધવાળા રૂના પોતા મુકવાથી રાહત થશે .
8. વાળના મૂળમાં એક ભાગ મધ અને બે ભાગ લીંબુ મિક્ષ કરીને લગાવી ને માલીશ કરી અડધો કલાક રહેવા દો. આ પ્રયોગ થોડો સમય નિયમિત કરવાથી વાળ ની બધી જ સમસ્યા દુર થઈ જશે .
9. દૂધ અને દહીં બને પા ચમચી લઈને તેમાં ચારોળી વાટી તેની પેસ્ટ ચહેરા પર 20 મિનીટ રાખીને ચહેરો ધોવાથી ત્વચા ચમકી ઊઠશે
10. હાથી દાંતની ભસ્મ તેલમાં નાખી ગરમ કરી તેને ઠંડુ પાડી ગાળી લેવું . આ તેલ માથામાં નાખવાથી વાળ લાંબા અને ભરાવદાર થાય છે
એસિડિટી માટેના આયુર્વેદ ઉપચાર
એસિડિટી માટેના આયુર્વેદ ઉપચાર
અનાનસના ટુકડા પર સાકર અને મરી ભભરાવીને ખાવાથી એસિડિટી મટે છે.સફેદ કાંદાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે.સફેદ કાંદાને પીસી તેમાં સાકર અને દહીં મેળવીને ખાવાથી એસિડિટી મટે છે.આમળાંનો રસ એક ચમચી, કાળી દ્રાક્ષ એક તોલો અને મધ અર્ધી ચમચી ભેગું કરી ખાવાથી એસિડિટી મટે છે.એલચી, સાકર અને કોકમની ચટણી બનાવીને ખાવાથી એસિડિટી મટે છે.દ્રાક્ષ અને બાળહરડે સરખેભાગે લઈ, એટલી જ સાકર મેળવી, તેની રૂપિયાભાર જેવડી ગોળીઓ બનાવી લેવાથી એસિડિટી મટે છે.કોળાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે.સૂંઠ, ખડી સાકર અને આમળાનું ચૂર્ણ લેવાથી એસિડિટી મટે છે.અર્ધા લિટર પાણીમાં એક લીંબુનો રસ નાખી, અર્ધી ચમચી સાકર નાખી, બપોરનાજમવાના અર્ધા કલાક પહેલાં લેવાથી એસિડિટી મટે છે.ધાણાજીરાનું ચૂર્ણ ખાંડ સાથે લેવાથી એસિડિટી મટે છે. જમ્યા પછી છાતીમાં બળતરા થતી હોય તો તે પણ મટે છે.ગાજરનો રસ પીવાથી એસિડિટી મટે છે.૧૦૦ થી ૨૦૦ ગ્રામ દૂધમાં થોડી સાકર તથા ઘીમાં સાંતળેલા ૪-૫ નંગ કાળાં મરચીનું ચૂર્ણ નાખી સાંજે પીવાથી એસિડિટી મટે છે.૧ થી ૨ ગ્રામ જેટલો ખાવાનો સોડા ધાણાજીરાના ચૂર્ણમાં અથવા સુદર્શન ચૂર્ણમાં નાખી સાંજે પીવાથી એસિડિટી મટે છે.તુલસીનાં પાનને દહીં કે છાશ સાથે લેવાથી એસિડિટી મટે છે.આમળાનું ચૂર્ણ રોજ સવારે અને રાત્રે એક એક ચમચી લેવાથી એસિડિટી મટે છે.લીમડાનાં પાન અને આમળાંનો ઉકાળો બનાવી પીવાથી એસિડિટી મટે છે.ધાણા અને સૂંઠનું ચૂર્ણ પાણી સાથે લેવાથી એસિડિટી મટે છે.કુમળા મૂળા અને સાકર મેળવીને ખાવાથી એસિડિટી મટે છે.સતાવરીનું ચૂર્ણ મધ સાથે લેવાથી એસિડિટી મટે છે.સંતરાના રસમાં થોડું શેકેલું જીરું અને સિંધાલૂણ નાખીને પીવાથી એસિડિટીમાં ઘણો ફાયદો થાય છે.
ઝાડા માટે ઘરગથ્થુ ઉપાય
ઝાડા માટે ઘરગથ્થુ ઉપાય
પાકા કેળાને બરાબર છૂંદી કાઢી તેમાં 1 ચમચી આમલીનો ગર અને ચપટી મીઠું ઉમેરી દિવસના બે વખત લો.
દૂધ વગરની કડક કોફી અથવા ચા પીઓ.
ખૂબ જાણીતો અકસીર ઉપાય એ છે કે 15 થી 20 તાજા મીઠા લીમડાના પાન લઈ તેની પેસ્ટ બનાવી તેમાં 1 ચમચી મધ ભેળવી પીઓ.
છૂંદેલા પાકા કેળામાં ¼ ચમચી જાયફળનો પાઉડર ભેળવીને લો.
1 ચમચી ખજૂરની પેસ્ટમાં 1 ચમચી મધ ભેળવી દિવસના 4 થી 5 વખત લેવાથી અતિસાર [ઝાડા] પર ઉત્તમ ઈલાજ છે.
1 ચમચી ખજૂરની પેસ્ટમાં 1 ચમચી મધ ભેળવી દિવસના 4 થી 5 વખત લેવાથી અતિસાર [ઝાડા] પર ઉત્તમ ઈલાજ છે.
છાશમાં એક ચમચી સૂંઠ ભેળવી પીવાથી ઝાડા પર રાહત રહે છે.
સૂકા હોઠ માટે ઘરગથ્થુ ઉપાયો
સૂકા હોઠ માટે ઘરગથ્થુ ઉપાયો
સૂકા હોઠ માટે ઘરગથ્થુ ઉપાયો
પુષ્કળ પાણી પીઓ
કાકડીને પાતળી ચીરી કરી સૂકાયેલા હોઠ પર રગડો.
કડવા લીમડાનો રસ હોઠો પર લગાડો.
રાતના સૂતા પહેલા હોઠો પર દિવેલ લગાડો.
ગુલાબની પાંદડીનો રસ કાઢી તે હોઠ પર લગાડવાથી હોઠ ગુલાબી થાય છે
સુકા રહેતા હોઠ પર દિવસમાં એકવાર કોપરેલ અથવા ઑલિવ ઑઈલનું પાંચ મિનિટ માલિશ કરવાથી ફાયદો થાય છે.
હોઠ ની કુદરતી ચમક લાવવા માટે તાજા ક્રીમમાં લીંબુનો રસ ભેળવી લગાડવો..
ડાયાબિટીસ માટે ઘરગથ્થુ ઉપાય
ડાયાબિટીસ માટે ઘરગથ્થુ ઉપાય
5 આંબાનાં તાજા પાન લો અને 1 ગ્લાસ પાણીમાં ઉકાળો. આખી રાત રહેવા દો અને બીજે દિવસે સવારે ગાળીને પીઓ.
દિવસના ત્રણ ગ્રેપફ્રુટ્સ[પપનસ] ત્રણ વખત ખાઓ.
આપણું દેશી ગુસબેરી વિટામિન સીથી ભરપૂર હોય છે જે ડાયાબિટીસ માટે ઉપયોગી છે. 1 ચમચી ગુસબેરીનો રસ અને 1 કપ કારેલાના રસ સાથે ભેળવીને 2 મહિના સુધી પીઓ..
બીલીપત્રનાં પાનને ½ કલાક પાણીમાં પલાડી રાખીને તેને ખૂબ લસોટી તેનો રસ કાઢી પીવાથી ઉત્તમ પરિણામ આપે છે.
સારા પાકા જાંબુને સૂકવી બારીક ખાંડી ચૂર્ણ બનાવી પાણી સાથે દિવસમાં બે વાર લેવાથી ડાયાબિટીસમાં
રાહત રહેશે.
ઘઉંના જ્વારાનો રસ નિયમીત પીવાથી ડાયાબિટીસ પર રાહત રહે છે.
મેથીનાં દાણા રાતનાં પલાડી સવારે ચાવીને ખાવાથી ડાયાબીટીસમાં ફરક પડે છે.
તાવનો ઘરગથ્થુ ઉપાય
તાવનો ઘરગથ્થુ ઉપાય
તાવમાં દ્રાક્ષ ઉત્તમ કાર્ય કરે છે જે તરસ છિપાવે છે અને તાવથી ઉત્પન્ન થયેલી ગરમી પણ દૂર કરે છે. 1 ગ્લાસ દ્રાક્ષનો જ્યુસ ½ ગ્લાસ પાણી સાથે લેવાથી ફાયદો થશે.
બીજો એક ઉપાય તે નારંગીનો [ઑરેંજનો] જ્યુસ છે. જેના સેવનથી પેશાબ વધારે થાય છે જેનાથી તાવની ગરમી દૂર થાય છે. નારંગીનો રસ પાચન શક્તિ વધારે છે અને ઈંફેક્શન સામે શક્તિ વધારે છે.
સખત તાવમાં બરફનાં પાણીનાં પોતા મૂકવાથી તાવ ઉતરે છે.
તુલસી અને સૂરજમુખીનાં પાન વાટીને તેનો રસ પીવાથી બધી જાતના તાવ મટે છે.
શરદીનો ઘરગથ્થુ ઉપાય
શરદીનો ઘરગથ્થુ ઉપાય
લીંબુ હંમેશા શરદી માટે ઉત્તમ રહ્યું છે જે હમેશા શરીરની પ્રતિરોધકતા વધારે છે. 1 ગ્લાસ હુંફાળા પાણીમાં 1 ચમચી લીંબુનો રસ
ઉમેરી તેમાં 1 ચમચી મધ ઉમેરી દિવસમાં બે વખત લેવું.
1 ચમચી મરી પાઉડરને 1 કપ દૂધમાં ઉકાળવું. તેમાં ½ ચમચી હળદર ઉમેરો તથા સ્વાદ માટે સાકર પણ ઉમેરી શકો છો. આ
ઉકાળેલું દૂધ ત્રણ દિવસ સુધી દિવસમાં એકવાર લેવાથી શરદીમાં રાહત રહેશે.
3 થી 4 ચમચી ડુંગળીના રસમાં 3 થી 4 ચમચી મધ ભેળવી લઈ શકો છો.
સૂંઠ કાળા મરી અને તુલસીનાં પાનનો ઉકાળો શરદી ઉપર લાભદાયક છે.
કાળા મરીના 2 થી 3 દાણા તુલસીના પાન સાથે ચાવવાથી શરદી દૂર થશે.
લવિંગના તેલને રુમાલમાં નાખી સૂંઘવાથી શરદીમાં રાહત રહેશે.
તુલસી,સૂંઠ, મરી અને ગોળનો ઉકાળો શરદી પર રાહત આપે છે.
કમરનો દુઃખાવો – સંધીવા / Rheumatism
કમરનો દુઃખાવો – સંધીવા / Rheumatism
અજમો અને ગોળ સરખી ભાગે મેળવી સવાર સાંજ ખાવાથી કમરનો દુઃખાવો મટે છે.સુંઠ અને ગોખરૂ સરખે ભાગે લઇ તેનો ઉકાળો કરી રોજ સવારે પીવાથી કમરનો દુઃખાવો મટે છે.સુંઠનું ચૂર્ણ ગરમ પાણી સાથે ફાકવાથી કમરનો દુઃખાવો મટે છે.ખજુરની પાંચ પેશીનો ઉકાળો કરી તેમાં અર્ધો તોલો મેથી નાંખી પીવાથી કમરનો દુઃખાવો મટે છે.સુંઠ, લસણ, અજમો અને રાઈના તેલમાં ગરમ કરી તેનું માલીશ કરવાથી કમરનો દુઃખાવો તેમજ દુઃખતા સાંધામાં આરામ થાય છે.સુંઠ અને હીંગ તેલમાં ગરમ કરી માલીશ કરવાથી કમરનો દુઃખાવો તથા શરીર જકડાઈ ગયું હોય તે મટે છે. સાંધાનો દુઃખાવો પણ મટે છે.રાઈના તેલ સાથે કાંદાનો રસ મેળવીને માલીશ કરવાથી સંધીવાનો દુઃખાવો મટે છે.આદુના રસમાં સહેજ મીઠું નાખી તેનું માલીશ કરવાથી સંધીવાનો દુઃખાવો મટે છે. ડોક રહી ગઈ હોય તો તે પણ મટે છે.જાયફળને સરસીયાના તેલમાં ઘસી માલીશ કરવાથી જકડાયેલા સાંધા છુટા પડે છે અને સંધીવા મટે છે.લવીંગનું તેલ ઘસવાથી સંધિવાનો દુઃખાવો મટે છે.ધાણા ૧૦ ગ્રામ અને સુંઠ ત્રણ ગ્રામ લઈ વાટી તેનો ઉકાળો બનાવી તેમાં મધ નાંખી પીવાથી પડખાનો દુઃખાવો તથા છાતીનો દુઃખાવો મટે છે.સુંઠ, સાજીખાર અને હિંગનું ચૂર્ણ ગરમ પાણીમાં લેવાથી સર્વ પ્રકારની શુળ મટે છે.જીરૂ, હિંગ અને સિંધવની ફાકી ઘી સાથે લેવાથી શુળ મટે છે.એક ચમચી શેકેલી હીંગ થોડા ગરમ પાણીમાં પીવાથી પડખાનો દુઃખાવો મટે છે.સુંઠનો ઉકાળો કરી તેમાં એક ચમચી દિવેલ નાંખીને પીવાથી સંધિવાનો દુઃખાવો મટે છે.દોઢ થી બે તોલાભાર મેથી અથવા મેથી પાવડર રોજ પલાળીને લેવાથી વા મટે છે.કોઈપણ પ્રકારના શુળ પડખા, છાતી, હૃદય કે માથામાં દુઃખાવો હોય ત્યારે તુલસીનો રસ ગરમ કરી તેના પર માલીશ કરવાથી તરત આરામ થાય છે અને બે ચમચી તુલસીનો રસ પી જવો.મેથીને થોડા ઘીમાં શેકી તેનો લોટ કરવો, તેમાં ગોળ ઘી ઉમેરીને લાડુ બનાવી લેવા. આ લાડુ ૮-૧૦ દિવસ સુધી ખાવાથી કમરનો દુઃખાવો અને સંધિવા મટે છે. જકડાઈ ગયેલા અંગો છુટા પડે છે અને હાથે પગે થતી કળતર પણ મટે છે.