- તેલમાં લસણની કળી કકડાવીને, તે તેલનાં ટીપા કાનમાં નાંખવાથી કાનના ચસકા અને કાનની રસી મટે છે.
- આદુનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી ચસકા મટે છે.
- મધનાં ટીપાં કાનમાં નાખવાથી કાનનો દુઃખાવો અને રસી મટે છે.
- તલના તેલમાં હીંગ નાંખી ઉકાળી તે તેલનાં ટીપાં કાનમાં નાંખવાથી દુઃખાવો મટે છે.
- તુલસીના રસના ટીપાં કાનમાં નાંખવાથી કાનનો દુઃખાવો અને ચસકા મટે છે અને પરૂ નીકળતું હોય તો તે પણ મટે છે.
- કાંદાનો રસ અને મધ મેળવી તેનાં ટીપાં નાંખવાથી કાનના ચસકા મટે છે અને પરૂ થયું હોય તો તે પણ મટે છે.
- નાગરવેલના પાનનો રસ ગરમ કરી તેનાં ટીપાં નાંખવાથી કાનના ચસકા અને દુઃખાવો મટે છે.
- ફુલાવેલી ફટકડી અને હળદર ભેગી કરી કાનમાં નાંખવાથી કાન પાકયો હોય અને રસી નીકળતી હોય તો તે મટે છે.
- વરીયાળી અધકચરી વાટીને પાણીમાં ખુબ ઉકાળો તે પાણીની વરાળ દુઃખતા કાન પર લેવાથી કાનની બહેરાશ, કાનના શૂળ અને કાનમાં થતો અવાજ મટે છે.
- તેલમાં થોડી રાઈ વાટીને કાનના સોજા પર લેપ કરવાથી સોજો મટે છે.
- કાનમાં કોઈ જીવજંતુ ગયું હોય તો સરસીયાના તેલના ટીપાં નાંખવાથી તે મરી જાય છે.
- સફેદ કાંદાના રસના ટીપાં રોજ બે વખત કાનમાં નાંખવાથી બહેરાશ મટે છે.
- કાનમાં બગાઈ, કાનખજુરો જેવા જીવજંતુ ગયા હોય તો મધ અને તેલ ભેગા કરી કાનમાં ટીપાં નાંખવાથી ફાયદો થાય છે,
- કાનનું શૂળ અને રસી પણ મટે છે.કાન દુઃખતો હોય તો મૂળાના પાનનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાંખવાથી દુઃખાવો અને ચસકા મટે છે.
Monday, 27 March 2017
કાનની પીડા / Ear Pain (Kanni Pida) નો ઉપાય
કુતરૂં કરડે / Rabies (Kutaru Karde) ત્યારની સારવાર
- કુતરૂ કરડ્યું હોય તો તેના પર હિંગને પાણીમાં ઘુંટીને ચોપડવાથી ફાયદો થાય છે.
- કુતરૂ કરડ્યું હોય તો તેના પર લસણની કળીઓ પીસીને લેપ કરવાથી અને લસણની ચટણી પાણીમાં ઉકાળીને પીવાથી અને ખોરાકમાં લસણ વધારે ખાવાથી (સાત દિવસ સુધી આ પ્રમાણે કરવાથી) કુતરાના ઝેરનો નાશ થાય છે.
- હડકાયું કુતરૂં કરડ્યું હોય તો કાંદાનો રસ અને મધ મેળવીને ઘા ઉપર લગાડવાથી ઘા જલ્દી રૂઝાઈ જાય છે અને ઝેર નાશ પામે છે.
શીળસ / (shilas) નો ઉપચાર
- કળથીની રાખ બનાવી તેમાં ગોળ નાખી પીવાથી અને રાત્રે જુલાબ લેવાથી શીળસ મટે છે.
- રોજ સવારે નરણે કોઠે અજમો અને ગોળ ખાવાથી અને રાત્રે જુલાબ લેવાથી શીળસ મટે છે.
- ૮ થી ૧૦ કોકમ, ૧૦૦ ગ્રામ પાણીમાં ૨-૩ કલાક પલાળી, તેમાં સાકર તથા થોડું જીરૂ નાંખી દિવસમાં ૨-૩ વાર પીવાથી કોઈ દવાથી ન મટતું શીળસ મટે છે.
- ૧ ગ્રામ મરીનું ચુર્ણ ઘીમાં મેળવીને બે વાર ખાવાથી તથા શીતળા પર લેપ કરવાથી શીળસ મટે છે.
- ૧ ડોલ નવશેકા પાણીમાં ૧ થી ૨ ચમચી ખાવાનો સોડા (સોડા બાયકાર્બ) નાંખીને તે પાણીથી સ્નાન કરવાથી શીળસ મટે છે.
જીવજંતુના ડંખ / Insects Bite (Jivjantuna Dankh)
- મધમાખીના ડંખ ઉપર મીઠું ચોપડવાથી પીડા મટે છે.
- મધમાખીના ડંખ ઉપર તપકીર અથવા ઝીણી કરેલી તમાકુ ચોપડવાથી પીડા મટે છે.
- મધમાખીના ડંખ ઉપર સુવા ને સિંધવ મીઠું પાણી સાથે વાટી ચોપડવાથી પીડા મટે છે.
- મધમાખીના ડંખ ઉપર મધ ચોપડવાથી અને મધ પીવાથી પીડા મટે છે
- ભમરીના ડંખ ઉપર કાંદાનો રસ ચોપડવાથી પીડા મટે છે.
- કાનખજુરાના ડંખ ઉપર ગોળ બાળીને ચોપડવાથી પીડા મટે છે.
- કાનખજુરાના ડંખ ઉપર કાંદો અને લસણ વાટીને ચોપડવાથી ઝેર ઉતરી જાય છે.
- કાનખજુરો કાનમાં ગયો હોય તો સાકરનું પાણી કરી કાનમાં નાખવાથી કાનખજુરો નીકળી જશે અને આરામ થશે.
- કાનખજુરો, બગાઈ જેવા જીવજંતુ કાનમાં ગયા હોય તો મધ અને તેલ ભેગા કરી કાનમાં નાખવાથી નીકળી જશે અને આરામ મળશે.
- કોઈપણ ઝેરી જીવજંતુ કરડ્યું હોય તો તરત જ તુલસીના પાનને પીસીને તે ડંખ ઉપર મસળવાથી ઝેરની અસર નાબુદ થાય છે.
- કોઈપણ ઝેરી જીવજંતુના ડંખ ઉપર મીઠા લીમડાના પાન વાટીને ચોપડવાથી ડંખની પીડા અને સોજો ઉતરે છે અને ઝેરની અસર નાબુદ થાય છે.
- કોઈપણ જીવજંતુના ડંખ ઉપર હળદર ઘસીને સહેજ ગરમ કરી ચોપડવાથી પીડા મટે છે.
- વીંછીના ડંખ ઉપર કાંદો કાપી બાંધવાથી વીંછીનું ઝેર ઉતરે છે.
- વીંછી કરડ્યો હોય તો સુંઠને પાણીમાં ઘસી સુંઘવાથી વીંછીનું ઝેર ઉતરે છે.
- વીંછી કરડ્યો હોય તો ફુદીનાનો રસ પીવાથી કે ફુદીના પાન ખાવાથી ઝેર ઉતરે છે.
- વીંછીના ડંખવાળો ભાગ મીઠાના પાણીથી વારંવાર ધોવાથી તથા સહેજ મીઠું નાખેલા પાણીના ટીપાં બંને આંખોમાં નાખવાથી વીંછીનું ઝેર ઉતરે છે
- .તાજણીયાનો રસ સાકર સાથે પીવાથી વીંછીનું ઝેર ઉતરે છે
- .આમલીનો ચીંચોડો સફેદ થાય ત્યાં સુધી પાણીમાં ઘસી એ સફેદ થયેલો ચીંચોડો વીંછીના ડંખ ઉપર ચોટાડવાથી ઝેર શોષી લે છે અને પોતાની મેળે ખરી પડે છે અને વીંછીનું ઝેર ઉતરે છે
- .મચ્છરોના કે કીડી-મકોડાના ડંખ ઉપર લીંબુનો રસ ચોપડવાથી પીડા મટે છે.
- કીડી-મકોડાના ડંખ ઉપર લસણનો રસ લગાડવાથી પીડા મટે છે.
- ગરોળી કરડે તો સરસીયું તેલ અને રાખ મેળવીને ચોપડવાથી ઝેર મટે છે.
- મચ્છરના ડંખ ઉપર ચુનો લગાડવાથી પીડા મટે છે.
- ઉંદર કરડ્યો હોય તો ખોરૂ કોપરુ મૂળાના રસમાં ઘસી ચોપડવાથી પીડા મટે છે.
- સાપ કરડે ત્યારે દસ થી વીસ તોલા ચોખ્ખું ઘી પીવું પછી પંદર મિનીટ પછી નવશેકું પાણી પી શકાય એટલું પીવાથી ઉલ્ટી થઈને ઝેર બહાર નીકળી જશે.
- વાંદરો કરડ્યો હોય તો ઘા ઉપર કાંદો અને મીઠું પીસીને ચોપડવાથી આરામ થાય છે.
- સાપ કે વીંછી કરડ્યો હોય તો તેના ડંખ ઉપર લસણ વાટીને ચોપડવાથી અને લસણનો બે ચમચી જેટલો રસ મધમાં મેળવીને ચાટવાથી તરત રાહત થાય છે અને ઝેર ઉતરે છે.
નશો ઉતારવો / Intoxication (Nasho Utaravo)
નશો ઉતારવો / Intoxication (Nasho Utaravo)
બે-ચાર જમરૂખ ખાવાથી ભાંગનો નશો ઉતરે છે.આમળીને પાણીમાં પલાળી, મસળી, ગાળીને પીવાથી ભાંગનો નશો ઉતરે છે.છાશ પીવાથી ભાંગનો નશો ઉતરે છે.કાનમાં સરસીયાના તેલનાં ટીપાં નાંખવાથી ભાંગનો નશો ઉતરે છે.સિંધવ મીઠું અને સુંઠ વાટી તેમાં લીંબુનો રસ મેળવી ચાટવાથી ભાંગનો નશો ઉતરે છે.ખજુરને પાણીમાં પલાળી મસળીને પીવાથી દારૂનો નશો ઉતરે છે.કાકડી ખાવાથી અથવા કાકડી અને કાંદાનો રસ પીવાથી દારૂનો નશો ઉતરે છે.એક રૂપિયાભાર જેટલી ફટકડી પાણીમાં ઓગાળી પીવાથી, દારૂ પીને લથડિયા ખાતા બેભાન બનેલા તરત ભાનમાં આવે છે અને નશો ઉતરે છે.ચાર રૂપિયા ભાર જેટલો ગોળ, દસ રૂપિયાભાર જેટલા પાણીમાં ઓગાળી પીવાથી દારૂ પીને ચકચુર બનેલા ભાનમાં આવે છે અને નશો ઉતરે છે.મીઠાવાળું પાણી પીવાથી નશો ઉતરે છે. (હૃદયરોગીએ આ પ્રયોગ ન કરવો.)
ઘા-જખમ / Wound (Gha-jakham) ની સારવાર
ઘા-જખમ / Wound (Gha-jakham) ની સારવાર
લાગેલા ઘા, વાઢ કે કાપ ઉપર તાજો પેશાબ લગાડવાથી જલ્દી રૂઝ આવે છે અને પાકતા નથી.ઘા માંથી લોહી નીકળતું હોય તો સરકો લગાડવાથી લોહી નીકળતું બંધ થાય છે.ઘા કે જખમમાંથી લોહી નીકળતું હોય તો તેના પર મીઠાના પાણીમાં ભીંજવેલો પાટો બાંધવાથી જખમ પાકતો નથી અને રૂઝ આવે છે.તલના તેલનું પોતુ મુકી પાટો બાંધવાથી જખમ જલ્દી રૂઝાય છે.વાગેલા ઘા પર હળદર દબાવી દેવાથી ઘામાંથી નીકળતું લોહી બંધ થાય છે અને ઘા પાકતો નથી.હળદરને, તેલમાં કકળાવી તે તેલ ઘા જખમ પર ચોપડવાથી ન રૂઝાતા ઘ જલ્દી રૂઝાઈ જાય છે.તલ પીસી તેમાં ઘી અને મધ મેળવી ઘા પર ચોપડી પાટો બાંધવાથી ઘા જલ્દી રૂઝાઈ જાય છે.ફુલાવેલી ફટકડીનો પાવડર ઘા પર નાંખી પાટો બાંધવાથી ઘામાંથી નીકળતું લોહી બંધ થાય છે અને ઘા પાકતો નથી.તુલસીના પાન પીસીને ઘા પર બાંધવાથી ઘા રૂઝાઈ જાય છે.લોહી નીકળતા ઘા પર પાનમાં ખાવાનો ચુનો જાડો ચોપડી તેના પર તેલનું પોતું મુકો પાટો બાંધવાથી ઘા રૂઝાઈ જાય છે.હિંગ અને લીમડાના પાન વાટી તેનો લેપ કરવાથી ઘા-જખમમાં પડેલા કીડા મારી જાય છે અને ઘા રૂઝાઈ જાય છે.રાઈના લોટને ઘી-મધમાં મેળવી તેનો લેપ કરવાથી ઘા-જખમમાં પડેલા કીડા મરી જાય છે અને ઘા રૂઝાઈ જાય છે.ગાજરને કચરી કોઈ પણ લોટમાં મેળવીને ફોલ્લા તથા બળતરાવાળા ઘા પર બાંધવાથી ઘા રૂઝાઈ જાય છે.દાઝેલા ઘા પર ક્ક્ડાવેલું તેલ ચોપડવાથી ખુબ ફાયદો થાય છે.દાઝેલા ઘા પર તરત જ કોપરેલ અથવા બટાટાને કાપી ઘસવાથી ફોલ્લો થશે નહિ.દાઝેલા ઘા પર તાજણીયાનો રસ ચોપડવાથી આરામ થાય છે.દાઝેલા ઘા પર મહેંદીના પાનને વાટી પાણી સાથે પીસીને લગાડવાથી આરામ થાય છે.દાઝેલા ઘા પર ખુબ પાકા કેળાને બરાબર મસળી ચોટાડી, પાટો બાંધવાથી તરત જ શાંતિ થાય છે ને આરામ થાય છે.દાઝેલા ઘા પર તુલસીનો રસ અને કોપરેલ ઉકાળીને ચોપડવાથી દાઝેલાની બળતરા મટે છે. ફોલ્લા અને જખમ ઝડપથી રૂઝાઈ જાય છે.ગરમ પાણી કે વરાળથી દાઝી જવાય તો તે ભાગ પર ચોખાનો લોટ છાંટવાથી ખુબ આરામ થાય છે.દાઝેલા ઘા પર ઈંડાની સફેદી લગાડવાથી ઘા રૂઝાઈ જાય છે અને ડાઘ રહેતો નથી.જખમ, ઘા, ગુમડા, ચાંદા, શીતળા જેમાં બહુ બળતરા થતી હોય તેમાં ચોખાનો બારીક લોટ પાવડરની જેમ ચાંદા પર લગાડવાથી દહ, બળતરા મટે છે.દાઝેલા ઘા પર છુંદેલો કાંદો તરત જ લગાડવાથી તરત જ આરામ થાય છે.રાઈનાં લોટને ઘી મધમાં મેળવીને કાંટો કે કાંચ વાગ્યો હોય તો તેના પર લેપ કરવાથી કાંટો કે કાચ બહાર આવી જાય છે.
ગળું / Gorge (Galu) ની સારવાર
ગળું / Gorge (Galu) ની સારવાર
ગળું આવી ગયું હોય તો સરકાના કોગળા કરવાથી મટે છે.પાન ખાવાથી મોઢું આવી ગયું હોય તો મોઢામાં લવીંગ રાખવાથી મટે છે.મધ સાથે પાણી મેળવી કોગળા કરવાથી મોંની ચાંદી અને ગળાની બળતરા મટે છે.ટંકણખારને પાણીમાં ઓગાળીને કોગળા કરવાથી મોંની ચાંદી તથા જીભની ચાંદી મટે છે.બાવળની છાલ ઉકાળીને કોગળા કરવાથી મોંની ચાંદી મટે છે.ગળું બેસી ગયું હોય તો મીઠાના ગરમ પાણીથી કોગળા કરવાથી મટે છે.ગરમ કરેલા દૂધમાં થોડી હળદર નાંખી પીવાથી ગળું બેસી ગયું હોય તો તે મટે છે.ગરમ પાણીમાં હીંગ નાંખી પીવાથી ગળું બેસી ગયું હોય તો તે મટે છે.પાકું દાડમ ખાવાથી અવાજ બેસી ગયો હોય તો ખુલશે.રાત્રે શેકેલા ચણા ખાઈ ઉપર ગરમ પાણી પીવાથી અવાજ બેસી ગયો હોય તો ખુલશે.બોરડીની છાલનો કકડો ચુસવાથી અવાજ બેસી ગયો હોય તો ખુલશે.દ્રાક્ષને સારી પેઠે લસોટી ઘી, મધ મેળવી ચાટણ બનાવી જીભ ઉપર ચોપડવાથી જીભ ઉપર કાતરા પડી ગયા હોય તો મટશે.લવીંગને જરા શેકી મોંમાં રાખી ચુસવાથી ગળાનો સોજો મટે છે.ભોજન કર્યા પછી મરીનું ચૂર્ણ ઘી સાથે ચાટવાથી અવાજ બેસી ગયો હોય તો ખુલશે.સાકરની ગાંગડી મોં માં રાખી ચુસવાથી અવાજ બેસી ગયો હોય તો ખુલશે.લસણને ખુબ લસોટી મલમ જેવું કરી કપડા પર લગાડી, પટ્ટી બનાવી કંઠમાળ જેવી ગળાની ગાંઠ પર લગાડવાથી ગળાની ગાંઠ મટે છે.કંઠમાળ પર જવના લોટમાં લીલી કોથમીરનો રસ મેળવીને રોજ લગાડવાથી કંઠમાળ મટે છે.કાંદાનું કચુંબર જીરૂ અને સિંધવ નાંખી ખાવાથી ગળું સાફ રહે છે. કફની ખરેટી બાઝતી નથી.તાજી મોળી છાશ પીવાથી મોંના ચાંદા મટે છે.તુલસીના પાન ચાવવાથી તથા તુલસીના પાનના ઉકાળાથી કોગળા કરવાથી મોંની દુર્ગંધ મટે છે.