Monday, 27 March 2017

તમારા સૌદર્યને નિખારવા માટે અજમાવી જુઓ આટલી ઘરેલુ

તમારા સૌદર્યને નિખારવા માટે અજમાવી જુઓ આટલી ઘરેલુ

1. પાલકનું સૂપ નિયમિત સેવન કરવાથી ચહેરો ચમકદાર બને છે

2. હેરકલર કરાવ્યા બાદ શાઈનીંગ જળવાઈ રહેશેવાળમાં કંડીશનર અવશ્ય કરવું .આનાથી વાળમાં

3. વાળનો જથ્થો વધુ દેખાય તે માટે વાળને દર ત્રણ મહીને વાળને ટ્રીમ કરાવતા રહેવું

4. મહિનામાં બે વખત નિયમિત રીતે મેનીક્યોર કરાવવાથી નાખ સુંદર અને સ્વસ્થ રહે છે

5. દરરોજ રાત્રે હોઠ પર અને નાભિમાં થોડું દેશી ઘી લગાવવાથી હોઠ હંમેશા સુંવાળા રહે છે

6. આઈબ્રોને સુંદર અને આકર્ષક બનાવવા હળવા સ્ટ્રોકથી શેપ આપી શકો છો

7. એક કપમાં દૂધ અને લીંબુનો રસ મેળવો . રાત્રે સુતા પહેલા ચહેરો સ્વચ્છ પાણીથી ધોઈ ચેહરા પર લગાવી સવારે ધોઈ નાખો . થોડા દિવસ માં ખીલ માટી જશે .21. આંખોમાં ગરમી થતી હોય તો ઠંડા દુધવાળા રૂના પોતા મુકવાથી રાહત થશે .

8. વાળના મૂળમાં એક ભાગ મધ અને બે ભાગ લીંબુ મિક્ષ કરીને લગાવી ને માલીશ કરી અડધો કલાક રહેવા દો. આ પ્રયોગ થોડો સમય નિયમિત કરવાથી વાળ ની બધી જ સમસ્યા દુર થઈ જશે .

9. દૂધ અને દહીં બને પા ચમચી લઈને તેમાં ચારોળી વાટી તેની પેસ્ટ ચહેરા પર 20 મિનીટ રાખીને ચહેરો ધોવાથી ત્વચા ચમકી ઊઠશે

10. હાથી દાંતની ભસ્મ તેલમાં નાખી ગરમ કરી તેને ઠંડુ પાડી ગાળી લેવું . આ તેલ માથામાં નાખવાથી વાળ લાંબા અને ભરાવદાર થાય છે

એસિડિટી માટેના આયુર્વેદ ઉપચાર

એસિડિટી માટેના આયુર્વેદ ઉપચાર

અનાનસના ટુકડા પર સાકર અને મરી ભભરાવીને ખાવાથી એસિડિટી મટે છે.સફેદ કાંદાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે.સફેદ કાંદાને પીસી તેમાં સાકર અને દહીં મેળવીને ખાવાથી એસિડિટી મટે છે.આમળાંનો રસ એક ચમચી, કાળી દ્રાક્ષ એક તોલો અને મધ અર્ધી ચમચી ભેગું કરી ખાવાથી એસિડિટી મટે છે.એલચી, સાકર અને કોકમની ચટણી બનાવીને ખાવાથી એસિડિટી મટે છે.દ્રાક્ષ અને બાળહરડે સરખેભાગે લઈ, એટલી જ સાકર મેળવી, તેની રૂપિ‍યાભાર જેવડી ગોળીઓ બનાવી લેવાથી એસિડિટી મટે છે.કોળાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે.સૂંઠ, ખડી સાકર અને આમળાનું ચૂર્ણ લેવાથી એસિડિટી મટે છે.અર્ધા લિટર પાણીમાં એક લીંબુનો રસ નાખી, અર્ધી ચમચી સાકર નાખી, બપોરનાજમવાના અર્ધા કલાક પહેલાં લેવાથી એસિડિટી મટે છે.ધાણાજીરાનું ચૂર્ણ ખાંડ સાથે લેવાથી એસિડિટી મટે છે. જમ્‍યા પછી છાતીમાં બળતરા થતી હોય તો તે પણ મટે છે.ગાજરનો રસ પીવાથી એસિડિટી મટે છે.૧૦૦ થી ૨૦૦ ગ્રામ દૂધમાં થોડી સાકર તથા ઘીમાં સાંતળેલા ૪-૫ નંગ કાળાં મરચીનું ચૂર્ણ નાખી સાંજે પીવાથી એસિડિટી મટે છે.૧ થી ૨ ગ્રામ જેટલો ખાવાનો સોડા ધાણાજીરાના ચૂર્ણમાં અથવા સુદર્શન ચૂર્ણમાં નાખી સાંજે પીવાથી એસિડિટી મટે છે.તુલસીનાં પાનને દહીં કે છાશ સાથે લેવાથી એસિડિટી મટે છે.આમળાનું ચૂર્ણ રોજ સવારે અને રાત્રે એક એક ચમચી લેવાથી એસિડિટી મટે છે.લીમડાનાં પાન અને આમળાંનો ઉકાળો બનાવી પીવાથી એસિડિટી મટે છે.ધાણા અને સૂંઠનું ચૂર્ણ પાણી સાથે લેવાથી એસિડિટી મટે છે.કુમળા મૂળા અને સાકર મેળવીને ખાવાથી એસિડિટી મટે છે.સતાવરીનું ચૂર્ણ મધ સાથે લેવાથી એસિડિટી મટે છે.સંતરાના રસમાં થોડું શેકેલું જીરું અને સિંધાલૂણ નાખીને પીવાથી એસિડિટીમાં ઘણો ફાયદો થાય છે.

ઝાડા માટે ઘરગથ્થુ ઉપાય

ઝાડા માટે ઘરગથ્થુ ઉપાય

પાકા કેળાને બરાબર છૂંદી કાઢી તેમાં 1 ચમચી આમલીનો ગર અને ચપટી મીઠું ઉમેરી દિવસના બે વખત લો.

દૂધ વગરની કડક કોફી અથવા ચા પીઓ.

ખૂબ જાણીતો અકસીર ઉપાય એ છે કે 15 થી 20 તાજા મીઠા લીમડાના પાન લઈ તેની પેસ્ટ બનાવી તેમાં 1 ચમચી મધ ભેળવી પીઓ.

છૂંદેલા પાકા કેળામાં ¼ ચમચી જાયફળનો પાઉડર ભેળવીને લો.

1 ચમચી ખજૂરની પેસ્ટમાં 1 ચમચી મધ ભેળવી દિવસના 4 થી 5 વખત લેવાથી અતિસાર [ઝાડા] પર ઉત્તમ ઈલાજ છે.

1 ચમચી ખજૂરની પેસ્ટમાં 1 ચમચી મધ ભેળવી દિવસના 4 થી 5 વખત લેવાથી અતિસાર [ઝાડા] પર ઉત્તમ ઈલાજ છે.

છાશમાં એક ચમચી સૂંઠ ભેળવી પીવાથી ઝાડા પર રાહત રહે છે.  

સૂકા હોઠ માટે ઘરગથ્થુ ઉપાયો

સૂકા હોઠ માટે ઘરગથ્થુ ઉપાયો

સૂકા હોઠ માટે ઘરગથ્થુ ઉપાયો

પુષ્કળ પાણી પીઓ

કાકડીને પાતળી ચીરી કરી સૂકાયેલા હોઠ પર રગડો.

કડવા લીમડાનો રસ હોઠો પર લગાડો.

રાતના સૂતા પહેલા હોઠો પર દિવેલ લગાડો.

ગુલાબની પાંદડીનો રસ કાઢી તે હોઠ પર લગાડવાથી હોઠ ગુલાબી થાય છે

સુકા રહેતા હોઠ પર દિવસમાં એકવાર કોપરેલ અથવા ઑલિવ ઑઈલનું પાંચ મિનિટ માલિશ કરવાથી ફાયદો થાય છે.

હોઠ ની કુદરતી ચમક લાવવા માટે તાજા ક્રીમમાં લીંબુનો રસ ભેળવી લગાડવો.. 

ડાયાબિટીસ માટે ઘરગથ્થુ ઉપાય


ડાયાબિટીસ માટે ઘરગથ્થુ ઉપાય
5 આંબાનાં તાજા પાન લો અને 1 ગ્લાસ પાણીમાં ઉકાળો. આખી રાત રહેવા દો અને બીજે દિવસે સવારે ગાળીને પીઓ.

દિવસના ત્રણ ગ્રેપફ્રુટ્સ[પપનસ] ત્રણ વખત ખાઓ.

આપણું દેશી ગુસબેરી વિટામિન સીથી ભરપૂર હોય છે જે ડાયાબિટીસ માટે ઉપયોગી છે. 1 ચમચી ગુસબેરીનો રસ અને 1 કપ કારેલાના રસ સાથે ભેળવીને 2 મહિના સુધી પીઓ..

બીલીપત્રનાં પાનને ½ કલાક પાણીમાં પલાડી રાખીને તેને ખૂબ લસોટી તેનો રસ કાઢી પીવાથી ઉત્તમ પરિણામ આપે છે. 

સારા પાકા જાંબુને સૂકવી બારીક ખાંડી ચૂર્ણ બનાવી પાણી સાથે દિવસમાં બે વાર લેવાથી ડાયાબિટીસમાં
રાહત રહેશે.

ઘઉંના જ્વારાનો રસ નિયમીત પીવાથી ડાયાબિટીસ પર રાહત રહે છે.

મેથીનાં દાણા રાતનાં પલાડી સવારે ચાવીને ખાવાથી ડાયાબીટીસમાં ફરક પડે છે. 

તાવનો ઘરગથ્થુ ઉપાય

તાવનો ઘરગથ્થુ ઉપાય

તાવમાં દ્રાક્ષ ઉત્તમ કાર્ય કરે છે જે તરસ છિપાવે છે અને તાવથી ઉત્પન્ન થયેલી ગરમી પણ દૂર કરે છે. 1 ગ્લાસ દ્રાક્ષનો જ્યુસ ½ ગ્લાસ પાણી સાથે લેવાથી ફાયદો થશે.

બીજો એક ઉપાય તે નારંગીનો [ઑરેંજનો] જ્યુસ છે. જેના સેવનથી પેશાબ વધારે થાય છે જેનાથી તાવની ગરમી દૂર થાય છે. નારંગીનો રસ પાચન શક્તિ વધારે છે અને ઈંફેક્શન સામે શક્તિ વધારે છે.

સખત તાવમાં બરફનાં પાણીનાં પોતા મૂકવાથી તાવ ઉતરે છે.

તુલસી અને સૂરજમુખીનાં પાન વાટીને તેનો રસ પીવાથી બધી જાતના તાવ મટે છે. 

શરદીનો ઘરગથ્થુ ઉપાય

શરદીનો ઘરગથ્થુ ઉપાય

 લીંબુ હંમેશા શરદી માટે ઉત્તમ રહ્યું છે જે હમેશા શરીરની પ્રતિરોધકતા વધારે છે. 1 ગ્લાસ હુંફાળા પાણીમાં 1 ચમચી લીંબુનો રસ

ઉમેરી તેમાં 1 ચમચી મધ ઉમેરી દિવસમાં બે વખત લેવું.

1 ચમચી મરી પાઉડરને 1 કપ દૂધમાં ઉકાળવું. તેમાં ½ ચમચી હળદર ઉમેરો તથા સ્વાદ માટે સાકર પણ ઉમેરી શકો છો. આ

ઉકાળેલું દૂધ ત્રણ દિવસ સુધી દિવસમાં એકવાર લેવાથી શરદીમાં રાહત રહેશે.

3 થી 4 ચમચી ડુંગળીના રસમાં 3 થી 4 ચમચી મધ ભેળવી લઈ શકો છો.

સૂંઠ કાળા મરી અને તુલસીનાં પાનનો ઉકાળો શરદી ઉપર લાભદાયક છે.

કાળા મરીના 2 થી 3 દાણા તુલસીના પાન સાથે ચાવવાથી શરદી દૂર થશે.

લવિંગના તેલને રુમાલમાં નાખી સૂંઘવાથી શરદીમાં રાહત રહેશે.

તુલસી,સૂંઠ, મરી અને ગોળનો ઉકાળો શરદી પર રાહત આપે છે.